રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચેમ્પિયન ટ્રોફીમાં અંતે હાઈબ્રિડ મોડેલને મંજૂરી

10:39 AM Dec 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સંબંધિત બાબતો સ્પષ્ટ થતી જણાય છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ટૂર્નામેન્ટ માટે ‘હાઈબ્રિડ મોડલ’ને મંજૂરી આપવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હાઇબ્રિડ મોડલ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી યોજવા માટે સંમત છે. આ સિવાય ICCએ પાકિસ્તાન બોર્ડની એક મોટી શરત પણ સ્વીકારી છે.

સ્પોર્ટ્સ તકમાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચેના કરાર બાદ નક્કી કરાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો પાકિસ્તાન અને દુબઈમાં હાઈબ્રિડ મોડલ હેઠળ રમાશે. ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની મેચો દુબઈમાં યોજાશે.

પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની 10 મેચોની યજમાની કરશે. લીગ તબક્કામાં ભારતની ત્રણેય મેચ દુબઈમાં રમાશે. ભારતની લીગ મેચો ઉપરાંત ટુર્નામેન્ટની સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ પણ દુબઈમાં યોજાશે. જો ટીમ ઈન્ડિયા નોકઆઉટ સ્ટેજ પહેલા બહાર થઈ જશે તો સેમીફાઈનલ અને ફાઈનલ લાહોર અને રાવલપિંડીમાં યોજાશે.

રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC પાસે માંગ કરી હતી કે જો ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જવાની ના પાડે છે તો તેને વળતર આપવામાં આવશે. ICCએ વળતરની માંગને પણ ફગાવી દીધી છે.

1996ના વર્લ્ડ કપ પછી પાકિસ્તાનની આ પ્રથમ ICC ઈવેન્ટ છે, જ્યારે ભારત અને પાકિસ્તાન પણ ઈવેન્ટના સહ-યજમાન હતા. ભારત અને પાકિસ્તાને 2012 થી દ્વિપક્ષીય શ્રેણી રમી નથી, પરંતુ તેઓ ગયા વર્ષે ભારતમાં યોજાયેલા ODI વર્લ્ડ કપ સહિત ICC ટૂર્નામેન્ટમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે. ગયા વર્ષે, ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યા પછી પાકિસ્તાન દ્વારા આયોજિત એશિયા કપને પણ પહાઈબ્રિડ મોડલથમાં બદલવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતે તેની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફી 2017 પછી ICC કેલેન્ડરમાં પરત ફરી રહી છે. પાકિસ્તાને 2017માં ઈંગ્લેન્ડમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી આવૃત્તિ જીતી હતી. ભારતે 2008થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. ભારતીય ટીમ છેલ્લે 2008માં એશિયા કપ માટે પાકિસ્તાન ગઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે 2012-13માં દ્વિપક્ષીય શ્રેણી રમાઈ હતી. આ પછી બંને ટીમો માત્ર એશિયા કપ અને આઈસીસી ટૂર્નામેન્ટમાં જ આમને સામને થઈ છે.

Tags :
Champions TrophyHybrid modelindiaindia newsSports
Advertisement
Next Article
Advertisement