For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વર્લ્ડ કપ 2023થી ભારતને 11,637 કરોડનો ફાયદો, ICCનો રિપોર્ટ જાહેર

12:36 PM Sep 12, 2024 IST | admin
વર્લ્ડ કપ 2023થી ભારતને 11 637 કરોડનો ફાયદો  iccનો રિપોર્ટ જાહેર

પ્રવાસન, ખાણી-પીણી, સ્ટેડિયમ અપગ્રેડેશન સહિતનો સમાવેશ

Advertisement

ODI વર્લ્ડ કપ ગયા વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે ભારતમાં રમાયો હતો, જેનું આયોજન 10 શહેરોમાં કરવામાં આવ્યું હતું. શાનદાર પ્રદર્શન છતાં ભારતીય ટીમને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ભારત ભલે ટ્રોફી ન જીતી શક્યું, પરંતુ તે દેશના અર્થતંત્ર માટે દરેક રીતે સફળ સાબિત થયું હતું.

ODIએ વર્લ્ડ કપના 10 મહિના પછી એક રિપોર્ટ જાહેર કર્યો છે અને કહ્યું છે કે ઓક્ટોબર-નવેમ્બર 2023માં રમાયેલ ટૂર્નામેન્ટથી ભારતીય અર્થતંત્રને 11 હજાર કરોડ રૂૂપિયાથી વધુનો ફાયદો થયો છે, જેમાં પ્રવાસન, સ્ટેડિયમ અપગ્રેડેશન અને ખાવા-પીવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

Advertisement

ICCએ બુધવારે, 11 સપ્ટેમ્બરે ભારતીય અર્થવ્યવસ્થા પર વર્લ્ડ કપ 2023ની અસર અંગે વિગતવાર અહેવાલ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 45 દિવસ સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટની ભારતીય અર્થવ્યવસ્થા પર 1.39 અબજ ડોલર એટલે કે 11,637 કરોડ રૂૂપિયાની સીધી આર્થિક અસર પડી છે. આ લાભ મુખ્યત્વે વિશ્વ કપના 10 યજમાન શહેરો દ્વારા મળ્યો છે, જ્યાં સ્ટેડિયમોમાં કરવામાં આવેલા સુધારાને કારણે બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓમાં ઈંઈઈ અને ઇઈઈઈં દ્વારા જંગી રોકાણ થયું છે, પરંતુ આ શહેરોમાં પ્રવાસીઓની અવરજવરમાં પણ વધારો થયો છે.

વર્લ્ડ કપ દરમિયાન, મોટી સંખ્યામાં વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓ યજમાન શહેરોની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ માત્ર મેચો જ જોઈ ન હતી પરંતુ અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. પ્રવાસીઓના આવવા-જવા, રહેવા, મુસાફરી અને ખાવા-પીવાથી લગભગ રૂૂ. 7222 કરોડની કમાણી થઈ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્લ્ડ કપને કુલ 12.5 લાખ લોકોએ મેદાનમાં જોયો, જે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ પ્રેક્ષકોનો રેકોર્ડ છે. તેમાંથી 75 ટકા ચાહકો પ્રથમ વખત વર્લ્ડ કપ જોવા આવ્યા હતા. એટલું જ નહીં, 19 ટકા વિદેશી મુલાકાતીઓ પ્રથમ વખત ભારત આવ્યા હતા. આ સિવાય વર્લ્ડ કપ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં કુલ 48 હજાર કાયમી અને અસ્થાયી નોકરીઓ પણ સર્જાઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement