For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાડાની રકમ થકી હિટમેન રોહિત શર્મા પ્રતિ માસ કરે છે લાખોની કમાણી

10:49 AM Mar 03, 2025 IST | Bhumika
ભાડાની રકમ થકી હિટમેન રોહિત શર્મા પ્રતિ માસ કરે છે લાખોની કમાણી

Advertisement

ભારતીય વન ડે અને ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનું ક્રિકેટની સાથે રિયલ એસ્ટેટમાં રોકાણ પણ એટલું જ શાનદાર છે. ઓપનર બેટ્સમેન અને હિટમેન તરીકે જાણીતા રોહિત શર્માએ હાલમાં જ મુંબઈના લોઅર પરેલમાં પોતાનું એપાર્ટમેન્ટ ભાડે આપ્યું છે, જેમાંથી તે દર મહિને લાખો રૂૂપિયા કમાશે. રોહિત શર્માનું આ એપાર્ટમેન્ટ મુંબઈના સેન્ટ્રલ વિસ્તારના લોઅર પરેલમાં આવેલું છે. તે લોધા માર્કીઝ - ધ પાર્ક પ્રોજેક્ટનો એક ભાગ છે. તેને મેક્રોટેક ડેવલપર્સ (લોઢા ગ્રુપ) દ્વારા બનાવવામાં આવ્યું છે. તે 7 એકરમાં ફેલાયેલો એક રેડી-ટુ-મૂવ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે.
લોઅર પરેલ મુંબઈનું મુખ્ય રહેણાંક અને કોમર્શિયલ હબ છે.

તે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને નરીમાન પોઈન્ટ જેવા શહેરના મુખ્ય બિઝનેસ ડિસ્ટ્રિક્ટસ સાથે સારી રીતે જોડાયેલ છે. આ કારણે આ વિસ્તાર લક્ઝરી એપાર્ટમેન્ટ અને હાઈ-એન્ડ સુવિધાઓ માટે જાણીતો છે. આ એપાર્ટમેન્ટનો કુલ કાર્પેટ એરિયા 1,298 ચોરસ ફૂટ છે. તેમાં બે કાર પાર્કિંગ જગ્યા પણ સામેલ છે. આ ભાડાના કરાર માટે રૂૂપિયા 16,300ની સ્ટેમ્પ ડ્યુટી અને રૂૂપિયા 1,000ની નોંધણી ફી ચૂકવવામાં આવી છે.

Advertisement

દસ્તાવેજો અનુસાર, રોહિત શર્મા અને તેના પિતા ગુરુનાથ શર્માએ આ એપાર્ટમેન્ટ માર્ચ 2013માં 5.46 કરોડ રૂૂપિયામાં ખરીદ્યું હતું. હાલમાં આ મકાન રૂૂપિયા 2.6 લાખના માસિક ભાડા પર આપવામાં આવ્યું છે. રોહિત શર્મા અને તેના પિતા પાસે લોઢા માર્ક્વિસ - ધ પાર્કના નામે બીજું એપાર્ટમેન્ટ છે, જે તેમણે 2013માં રૂૂ. 5.70 કરોડમાં ખરીદ્યું હતું. આ એપાર્ટમેન્ટ ઓક્ટોબર 2024માં દર મહિને 2.65 લાખ રૂૂપિયામાં ભાડે આપવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement