T-20 વર્લ્ડ કપની જીતની વર્ષગાંઠે હાર્દિક પંડ્યાએ શેર કર્યો ઇમોશનલ વીડિયો
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 2024 માં ભારતની T-20 વર્લ્ડ કપ જીતની પ્રથમ વર્ષગાંઠ પર સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમા તેણે તે ઐતિહાસિક ક્ષણને યાદ કરી જ્યારે ભારતે 11 વર્ષ પછી ફાઇનલમા દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને T-20 ટ્રોફી જીતી હતી.
પંડ્યાએ ફાઇનલ મેચમાં બેટથી બે બોલમા 5 રન ઉમેર્યા અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું 3 ઓવરમા 20 રન આપીને 3 વિકેટ લીધી. તેણે હેનરિક ક્લાસેન (52 રન, 27 બોલ) ની મહત્વપૂર્ણ વિકેટ લઈને ભારતને પાછા ફરવાનો રસ્તો બતાવ્યો હતો. પંડ્યાએ લખ્યું, દેશ માટે રમવું મારા માટે એક સ્વપ્ન હતું, એક આશીર્વાદ હતું.
2011 મા હું રસ્તા પર હતો, તે જ ટીમો માટે ઉજવણી કરતો હતો. આવી પરિસ્થિતિઓમાં રહેવાનું હંમેશા ગમતું. તે મારામાં શ્રેષ્ઠતા લાવે છે. મેં હંમેશા મારી જાતને વર્લ્ડ કપ ફાઇનલનો છેલ્લો બોલ બોલિંગ કરતી અથવા છેલ્લો રન ફટકારતી કલ્પના કરી હતી. છેલ્લા 6-7-8 મહિના ખૂબ જ મુશ્કેલ હતા, પરંતુ તે દિવસે બધું જ ગયું. અને હું ફક્ત વિચારી રહ્યો હતો છેવટે, મેં તે દેશ માટે કર્યું.
છેલ્લી ઓવરના પહેલા બોલ પર , ડેવિડ મિલરે લોંગ ઓફ તરફ એક ઊંચો શોટ રમ્યો, પરંતુ તે બાઉન્ડ્રી પાર કરી શક્યો નહીં. સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી લાઇન પાસે ખૂબ જ સંતુલન બતાવ્યું, બોલ હવામાં ફેંક્યો અને કેચ પૂર્ણ કરવા માટે અંદર પાછો આવ્યો. આ કેચ ઈંઈઈ ટુર્નામેન્ટના ઇતિહાસમાં શ્રેષ્ઠ કેચમાં ગણાય છે.