For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્દિક પંડ્યા IPL-2025ની પ્રથમ મેચ નહીં રમી શકે

10:56 AM Jan 07, 2025 IST | Bhumika
હાર્દિક પંડ્યા ipl 2025ની પ્રથમ મેચ નહીં રમી શકે

ધીમી ઓવર રેટના કારણે પ્રતિબંધ લાગ્યો છે

Advertisement

હાર્દિક પંડ્યા આઇપીએલ-2025ની પ્રથમ મેચ નહીં રમે. હાર્દિક પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે મુંબઈ ઈન્ડિયન્સ માટે શરૂૂઆતની મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આગામી સિઝન માટે મુંબઈએ 16.35 કરોડ રૂૂપિયા ખર્ચીને હાર્દિકને રિટેન કર્યો છે.

હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે નહીં. હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ લાગ્યો છે, જેના કારણે તે પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. વાસ્તવમાં ધીમી ઓવર રેટના કારણે મુંબઈના કેપ્ટન પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Advertisement

ગત સિઝનમાં હાર્દિકની કપ્તાની હેઠળ મુંબઈ નિર્ધારિત સમયમાં ત્રણ વખત તેની ઓવર પૂરી કરવામાં નિષ્ફળ રહી હતી. આઇપીએલના નિયમો અનુસાર, જો કેપ્ટન પ્રથમ વખત ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો 12 લાખ રૂૂપિયાનો દંડ કરવામાં આવે છે, જ્યારે બીજી વખત તે જ દંડ બમણો કરવામાં આવે છે. કેપ્ટનની સાથે પ્લેઈંગ 11માં હાજર ખેલાડીઓ પર પણ અમુક ટકા દંડ લાદવામાં આવે છે. જો કેપ્ટન એક જ સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો 30 લાખ રૂૂપિયાનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવે છે. લખનઉ સામે રમાયેલી છેલ્લી લીગ મેચમાં મુંબઈ નિર્ધારિત સમયમાં પોતાની ઓવર પૂરી કરી શક્યું ન હતું અને તેના કારણે હાર્દિકને એક મેચના પ્રતિબંધનો સામનો કરવો પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement