રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાર્દિક પંડયા રમી શકે છે આઈપીએલ, સંપૂર્ણપણે ફિટ

12:45 PM Dec 25, 2023 IST | Sejal barot
Advertisement

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની સીઝનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટૂર્નામેન્ટ માટે તમામ 10 ફ્રેન્ચાઇઝીએ જોરદાર રીતે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. પરંતુ આ દરમિયાન 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ટીમનો નવો કેપ્ટન હાર્દિક પંડ્યા પગની ઘૂંટીની ઈજાને કારણે હાલમાં ક્રિકેટથી દૂર છે. પંડ્યા  IPL રમી શકશે નહીં. પરંતુ હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે કે પંડ્યા હવે ફિટ થઈ ગયો છે. તે દરરોજ તાલીમ લઈ રહ્યો છે.
ભારતીય ટીમને આવતા વર્ષે 11 જાન્યુઆરીથી ઘરઆંગણે 3 મેચની ટી20 શ્રેણી રમવાની છે. ત્યાં સુધીમાં પંડ્યા સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે અને કેપ્ટન્સી કરતો જોવા મળશે. આ પછી, આઇપીએલ 2024 સીઝન માર્ચ અને મે વચ્ચે યોજાશે. ત્યારબાદ પંડ્યા પણ મુંબઈની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. એક સૂત્રએ કહ્યું કે પંડ્યા વિશે જે વાતો ચાલી રહી છે કે તે આઇપીએલ 2024માં નહીં રમે તે માત્ર અફવા છે. આઇપીએલમાં હજુ 4 મહિના બાકી છે. એટલા માટે આ બધી માત્ર અટકળો છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી પણ બહાર થઈ ગયો હતો.
હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તાજેતરમાં જ પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર બે વીડિયો શેર કર્યા હતા. જેમાં તે જીમમાં પરસેવો પાડતી અને પુત્ર સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

Advertisement

Tags :
cancompletelyfitHardik PandyaIPLplay
Advertisement
Next Article
Advertisement