ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલના ઘરે પુત્રનો જન્મ
11:01 AM Dec 25, 2024 IST
|
Bhumika
Advertisement
હક્ષ પટેલ નામકરણ, ઇન્સ્ટાગ્રામમાં માહિતી શેર કરી
Advertisement
અક્ષર પટેલે સારા સમાચાર આપ્યા છે. તેની પત્ની મેહાએ એક બાળકને જન્મ આપ્યો છે. અક્ષરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ માહિતી આપી હતી. મેહાએ 19 ડિસેમ્બરે પુત્રને જન્મ આપ્યો હતો.
અક્ષર પટેલે મંગળવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરેલા પુત્રનો ફોટો શેર કર્યો છે. પરંતુ તેણે દિકરાનો ચહેરો બતાવ્યો નથી. અક્ષરે કેપ્શનમાં લખ્યું, તે હજુ તેના પગથી ઓફ સાઈડ શોધી રહ્યો છે. પરંતુ ટીમ ઈન્ડિયાની જર્સીમાં તમને બધાને તેનો પરિચય કરાવવા માટે અમે રાહ જોઈ શકતા નથી. ભારતના સૌથી નાના, છતાં સૌથી મોટા પ્રશંસક અને અમારા હૃદયના ટુકડા હક્ષ પટેલું સ્વાગત છે.
Next Article
Advertisement