For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોમાંચક મેચમાં મુંબઈને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોપર

11:18 AM May 07, 2025 IST | Bhumika
રોમાંચક મેચમાં મુંબઈને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોપર

ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. તો બીજી તરફ આ હાર સાથે મુંબઈનો છ જીતનો સિલસિલો તૂટી ગયો. વરસાદના વિઘ્ન વચ્ચે આ મેચમાં છેલ્લી ઓવરમાં ગુજરાતની ટીમે જીત મેળવી હતી.

Advertisement

156 રનના લક્ષ્યાંકના જવાબમાં ગુજરાતની શરૂૂઆત સારી રહી ન હતી. બીજી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે સાઈ સુદર્શનને આઉટ કર્યો. સુદર્શનના બેટમાંથી ફક્ત 5 રન આવ્યા. આ પછી શુભમન ગિલ અને જોસ બટલર વચ્ચે સારી ભાગીદારી થઈ. 10 ઓવર પછી ગુજરાતનો સ્કોર 65/1 હતો. પરંતુ 12મી ઓવરમાં બટલર 30 રન બનાવીને આઉટ થતાં 72 રનની ભાગીદારી તૂટી ગઈ. જ્યારે બટલર આઉટ થયો ત્યારે ગુજરાતને જીત માટે 51 બોલમાં 78 રનની જરૂૂર હતી. આ પછી રૂૂધરફોર્ડે સારી બેટિંગ કરી. પરંતુ 14મી ઓવરમાં વરસાદ પડ્યો. આ દરમિયાન ગુજરાતને જીતવા માટે 36 બોલમાં 49 રનની જરૂૂર હતી. તે સમયે ગુજરાતની ટીમ ડીએલએસ પદ્ધતિ મુજબ 8 રન આગળ હતી. પણ સારી વાત એ હતી કે થોડા સમય પછી વરસાદ બંધ થઈ ગયો. આ પછી બુમરાહ બોલિંગ કરવા આવ્યો અને ગિલને બોલ્ડ આઉટ કર્યો. ગિલે 43 રન બનાવ્યા. જ્યારે ગિલની વિકેટ પડી ત્યારે ગુજરાતને જીતવા માટે 31 બોલમાં 43 રનની જરૂૂર હતી.

આ પછી બીજી જ ઓવરમાં બોલ્ટે રૂૂધરફોર્ડની વિકેટ લીધી. રૂૂથરફોર્ડે 15 બોલમાં 28 રન બનાવ્યા. આ પછી બુમરાહે ફરીથી 17મી ઓવર નાખી અને ચોથા બોલ પર શાહરૂૂખ ખાનને બોલ્ડ કર્યો. જ્યારે શાહરુખની વિકેટ પડી ત્યારે ગુજરાતને 20 બોલમાં 33 રનની જરૂૂર હતી. આ પછી અશ્વિની કુમારે 18મી ઓવરમાં રાશિદ ખાનને આઉટ કર્યો. ત્યારબાદ ગુજરાતને બે ઓવરમાં 24 રનની જરૂૂર હતી. પરંતુ ફરી એકવાર વરસાદે મેચ અટકાવી દીધી. પરંતુ આ વખતે મુંબઈનો હાથ ઉપર હતો. ડીએલએસ નિયમના કારણે મુંબઈ આગળ હતું. ગુજરાત 5 રન પાછળ હતું. પરંતુ જ્યારે વરસાદ બંધ થયો ત્યારે ગુજરાતને જીત માટે 6 બોલમાં 15 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો. દીપક ચહરને ઓવર આપવામાં આવી હતી.

Advertisement

પરંતુ તે મેચ જીતાડવામાં સફળ રહ્યો ન હતો. પહેલા બેટિંગ કરવા આવેલી મુંબઈની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી. સિરાજે પહેલી ઓવરના બીજા બોલ પર રિકલ્ટનને આઉટ કર્યો. રિકેલ્ટનના બેટમાંથી ફક્ત 2 રન આવ્યા. આ પછી વિલ જેક્સે કેટલાક ઝડપી શોટ ફટકારીને મુંબઈને સંભાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ ચોથી ઓવરમાં રોહિત શર્મા અરશદ ખાનનો શિકાર બન્યો. રોહિતના બેટમાંથી ફક્ત 7 રન આવ્યા. જોકે, આ પછી સૂર્યકુમાર યાદવ અને વિલ જેક્સે મુંબઈની કમાન સંભાળી. બંનેએ વિસ્ફોટક બેટિંગ કરી. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ. પરંતુ 11મી ઓવરમાં સૂર્યકુમાર યાદવ 35 રન બનાવીને આઉટ થઈ ગયા.

આ દરમિયાન વિલ જેક્સે 29 બોલમાં શાનદાર ફિફ્ટી ફટકારી. પરંતુ 12મી ઓવરમાં વિલ જેક્સે પણ પોતાની વિકેટ ગુમાવી દીધી. જેક્સના બેટથી 53 રન બન્યા, જેમાં 3 છગ્ગાનો સમાવેશ થાય છે. પરંતુ આ પછી કેપ્ટન હાર્દિક પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી. પરંતુ તેના બેટમાંથી ફક્ત 1 રન આવ્યો અને સાઈ કિશોરે તેને આઉટ કર્યો. પરંતુ આ પછી તિલક વર્મા પણ 7 રને આઉટ થઈ ગયો. ત્યારબાદ નમન ધીર પણ 17મી ઓવરમાં 7 રને આઉટ થઈ ગયો. અંતે, મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 155 રન જ બનાવી શકી.

હાર્દિક પંડ્યાનો શરમજનક રેકોર્ડ
MI vs GT: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે IPL 2025 અત્યાર સુધી ખૂબ જ સારું રહ્યું છે. તે બેટ અને બોલ બંનેથી પોતાની ટીમમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે તેની બોલિંગ ઘણી નબળી રહી. ક્રિકેટમાં એક ઓવરમાં 6 કાયદેસર બોલ ફેંકવામાં આવે છે. પરંતુ પંડ્યાએ ગુજરાત સામેના તે 6 કાયદેસર બોલ માટે એટલા બધા બોલ ફેંક્યા કે તેનું નામ શરમજનક યાદીમાં નોંધાઈ ગયું ખરેખર, હાર્દિક પંડ્યાએ વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે એક ઓવરમાં 11 બોલ ફેંક્યા હતા. આ ઓવરમાં 6 લીગલ બોલ ઉપરાંત તેણે 3 વાઈડ બોલ અને 2 નો બોલ ફેંક્યા. હાર્દિક પંડ્યાએ આ ઓવરમાં કુલ 18 રન આપ્યા. પંડ્યાએ ઓવરની શરૂૂઆત 3 કાયદેસર બોલથી કરી, જેમાં તેણે 6 રન આપ્યા. આ પછી તેણે એક વાઈડ બોલ ફેંક્યો, અને પછીનો બોલ નો બોલનો હતો. તે અહીં જ અટક્યો નહીં, તેણે ફરીથી એક વાઈડ બોલ અને એક નો બોલ ફેંક્યો. પછી ચોથા કાયદેસર બોલ પર 6 રન આપ્યા. તે જ સમયે તેણે છેલ્લા 2 કાયદેસર બોલ વચ્ચે એક વાઈડ બોલ પણ ફેંક્યો, જેના કારણે તે શરમજનક યાદીમાં સામેલ થયો.

Advertisement
Tags :
Advertisement
Advertisement