For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલા IPLમાં ગુજરાત જાયન્ટનો વિજય, ઘરેલું મેદાન પર યુપીની સૌથી મોટી હાર

10:52 AM Mar 04, 2025 IST | Bhumika
મહિલા iplમાં ગુજરાત જાયન્ટનો વિજય  ઘરેલું મેદાન પર યુપીની સૌથી મોટી હાર

Advertisement

મહિલા પ્રીમિયર લીગની 15મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સ પર 81 રનની મોટી જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 186 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઓપનર બેથ મૂનીએ 96 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી જેના જવાબમાં ઉત્તર પ્રદેશની શરૂૂઆત નબળી રહી, તેણે માત્ર 48 રનમાં છ વિકેટ ગુમાવી દીધી.
ડિએન્ડ્રા ડોટિને પહેલી જ ઓવરમાં બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ટીમ શરૂૂઆતની વિકેટોમાંથી બહાર નીકળી શકી નહીં અને 81 રનથી મેચ હારી ગઈ હતી. આ જીત બાદ ગુજરાત જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે યુપી નીચે સરકી ગયું છે.

ગુજરાત તરફથી રમતી વેસ્ટ ઈન્ડિઝની ખેલાડી ડિએન્ડ્રા ડોટિને પહેલી જ ઓવરમાં કિરણ નવગિરે અને જ્યોર્જિયા વોલને પેવેલિયન મોકલી દીધા હતા. તેણે જ્યોર્જિયાને પણ બોલ્ડ કરી હતી. ચિનલે હેનરીએ ટોચના બેટ્સમેન કરતાં વધુ રન બનાવ્યા. તેણે 14 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 28 રન કર્યા હતા. પહેલી ઓવરમાં 2 વિકેટ લીધા બાદ કાશ્વી ગૌતમે ચોથી ઓવરમાં વૃંદા દિનેશને 1 રન પર આઉટ કરી હતી. આ પછી કેપ્ટન દીપ્તિ શર્મા પાસેથી મોટી ઇનિંગની આશા હતી પરંતુ તે પણ 6 રન બનાવીને મેઘના સિંહના હાથે કેચ આઉટ થઈ ગઈ. આ પછી શ્વેતા શેરાવત 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

Advertisement

યુપી વોરિયર્સની આખી ટીમ 105 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ગુજરાતે આ મેચ 81 રનના મોટા માર્જિનથી જીતી લીધી હતી. ગુજરાત તરફથી તનુજા કંવર અને કાશ્વી ગૌતમે 3-3 વિકેટ લીધી હતી. ડિએન્ડ્રા ડોટિને 2 વિકેટ લીધી હતી. મેઘના સિંહ અને કેપ્ટન એશ ગાર્ડનરે 1-1 વિકેટ લીધી હતી.

ઓપનર બેથ મૂનીએ 96 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. મૂનીએ 59 બોલમાં 17 ચોગ્ગાની મદદથી અણનમ 96 રન બનાવ્યા હતા. આ ઠઙક માં આ સીઝનનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. યુપી વોરિયર્સ તરફથી સોફી એક્લેસ્ટોને સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement