For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલા એશિયા કપમાં પાકિસ્તાનને સાત વિકેટે હારવી ભારતની શાનદાર શરૂઆત

12:35 PM Jul 20, 2024 IST | admin
મહિલા એશિયા કપમાં પાકિસ્તાનને સાત વિકેટે હારવી ભારતની શાનદાર શરૂઆત

40 દિવસમાં ત્રણ વખત પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યુ

Advertisement

સૌથી વધુ 7 વખત એશિયા કપનો ખિતાબ જીતનાર ભારતીય મહિલા ટીમે આઠમી વખત ચેમ્પિયન બનવાના અભિયાનની શાનદાર જીત સાથે શરૂૂઆત કરી હતી. દાંબુલામાં રમાયેલી મેચમાં જીતની સાથે જ ટીમ ઈન્ડિયાએ ગત એશિયા કપમાં પાકિસ્તાન સામે મળેલી હારનો બદલો લીધો હતો.છેલ્લા 40 દિવસમાં ત્રીજી વખત આવો ચમત્કાર થયો છે અને ત્રણેય વખત અલગ-અલગ ટીમોએ પાકિસ્તાનને હરાવ્યું છે.

9 જૂને રોહિત શર્માની ટીમે ઝ20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ત્યારબાદ 13 જુલાઈએ હરભજન સિંહની કેપ્ટન્સીમાં ભૂતપૂર્વ ખેલાડીઓની ટીમે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે 19 જુલાઈએ હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતીય મહિલા ટીમે એશિયા કપ 2024ની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું.

Advertisement

આઠમી મહિલા એશિયા કપ ઝ20 ટૂર્નામેન્ટ શુક્રવાર 19 જુલાઈથી દાંબુલામાં શરૂૂ થઈ હતી. વર્તમાન ચેમ્પિયન ભારતીય ટીમને પહેલા જ દિવસે તેના ગ્રુપ અ મેચમાં પાકિસ્તાનનો સામનો કરવો પડ્યો હતો. 2022ના એશિયા કપમાં પણ બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં પાકિસ્તાને ભારતને 3 રને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ભારત પાસે ગત હારનો બદલો લેવાની તક હતી. ટીમ ઈન્ડિયાએ એવું જ કર્યું અને જબરદસ્ત રીતે હરાવ્યું. શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઈન્ડિયાએ પહેલા પાકિસ્તાનને માત્ર 108 રનમાં ઓલઆઉટ કરી દીધું અને પછી 14.1 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. પાકિસ્તાનની કેપ્ટન નિદા દારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ તેમના જ બેટ્સમેનોએ આ નિર્ણયને ખોટો સાબિત કર્યો. ટીમ ઈન્ડિયાની સ્ટાર ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરે પોતાની બોલિંગથી પાકિસ્તાની બેટિંગને ધ્વસ્ત કરવાનું શરૂૂ કર્યું અને ચોથી ઓવર સુધીમાં બંને ઓપનરોને પેવેલિયન પરત મોકલી દીધા. અહીંથી સ્પિનરોએ પાકિસ્તાનની સ્થિતિ ખરાબ કરી દીધી. શ્રેયંકા પાટીલ અને દીપ્તિ શર્માએ એક પછી એક વિકેટ ઝડપી હતી. જ્યારે દીપ્તિ શર્માએ એક જ ઓવરમાં રનઆઉટ સહિત 3 વિકેટ લીધી હતી.

સ્મૃતિ-શેફાલીની જોરદાર ફટકાબાજી
109ના ટાર્ગેટના જવાબમાં ટીમ ઈન્ડિયાએ અપેક્ષા મુજબ જ આક્રમક શરૂૂઆત કરી હતી. સાઉથ આફ્રિકા સામેની ઘઉઈં, ટેસ્ટ અને ઝ20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જોડીએ ફરી એકવાર શાનદાર ભાગીદારી કરી અને જીત સુનિશ્ચિત કરી. બંનેએ 9.3 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી અને પાકિસ્તાનને મેચમાંથી બહાર કરી દીધું. આ દરમિયાન સ્મૃતિએ એક જ ઓવરમાં 5 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. જોકે, તે પોતાની અડધી સદી પૂરી કરી શકી નહોતી અને 45 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. શેફાલી પણ 40 રનની સારી ઈનિંગ રમીને પેવેલિયન પરત ફરી હતી. ટીમ ઈન્ડિયાએ 14.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરીને ટુર્નામેન્ટની મજબૂત શરૂૂઆત કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement