ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સેમસનના બદલામાં જાડેજા અને ડેવાલ્ડ બ્રેવિસ આપો, RRની CSK પાસે માંગ

10:38 AM Nov 10, 2025 IST | admin
Advertisement

 

Advertisement

IPL 2026 મેગા ઓક્શન પહેલા, રાજસ્થાન રોયલ્સ (RR ) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK ) વચ્ચે સંજુ સેમસનને ટ્રેડ કરવાની ડીલ લગભગ અંતિમ તબક્કામાં હતી, પરંતુ રાજસ્થાનની અણધારી માંગને કારણે આ ડીલ અટકી પડી છે. અગાઉ એવી અટકળો હતી કે સેમસનના બદલામાં RR માત્ર રવિન્દ્ર જાડેજાને ટ્રેડ કરશે, પરંતુ ક્રિકબઝના અહેવાલ મુજબ, RR મેનેજમેન્ટે હવે સેમસનના સ્થાને રવિન્દ્ર જાડેજા અને સાથે ડેવાલ્ડ બ્રેવિસ ને પણ ટ્રેડ કરવાની માંગણી કરી છે, જેને બેબી ડી વિલિયર્સ તરીકે ઓળખવામાં આવે છે CSK, જે માત્ર જાડેજાને છોડવા તૈયાર છે, તે બ્રેવિસને ટ્રેડ કરવા બિલકુલ તૈયાર નથી, જેના કારણે આ મહત્ત્વપૂર્ણ ખેલાડીની અદલાબદલી અટકી ગઈ છે.

આગામી આઇપીએલ 2026 સીઝન માટે સંજુ સેમસન કઈ ટીમ તરફથી રમશે તે ક્રિકેટ જગતમાં એક મોટો ચર્ચાનો વિષય બન્યો છે. મીડિયા અહેવાલો મુજબ, રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે સેમસનના ટ્રેડ માટેની વાટાઘાટો લગભગ સમાપ્તિના આરે હતી. ગયા વર્ષે સેમસન અને જાડેજા બંનેને તેમની સંબંધિત ટીમો દ્વારા રૂ. 18 કરોડ ના સ્લોટમાં જાળવી રાખવામાં આવ્યા હતા, જેના કારણે સીધી અદલાબદલી સરળ લાગતી હતી.
જોકે, રાજસ્થાન રોયલ્સ મેનેજમેન્ટ માત્ર રવિન્દ્ર જાડેજા સાથે સીધો ખેલાડીની અદલાબદલી કરવાથી સંતુષ્ટ નથી. ક્રિકબઝના અહેવાલ મુજબ આરઆર ટીમ મેનેજમેન્ટ હવે સેમસનના બદલામાં સીએસકે પાસેથી રવિન્દ્ર જાડેજા અને દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ એમ બે ખેલાડીઓની માંગ કરી છે. ડેવાલ્ડ બ્રેવિસને તેની શાનદાર બેટિંગ શૈલીને કારણે બેબી ડી વિલિયર્સ તરીકે ઓળખવામાં આવે છે અને તે ગયા વર્ષે જ CSK ટીમમાં જોડાયો હતો.

રાજસ્થાન રોયલ્સની આ અણધારી બે ખેલાડીઓની માંગણીથી ચેન્નાઈ સુપર કિંગ્સનું મેનેજમેન્ટ આશ્ચર્યચકિત થઈ ગયું છે. સીએસકે ના અધિકારીઓ માત્ર જાડેજાનો ટ્રેડ કરવા તૈયાર છે. રવિન્દ્ર જાડેજા સીએસકેના ઇતિહાસના સૌથી સફળ અને સુપ્રસિદ્ધ ઓલરાઉન્ડરો પૈકીના એક છે. તેમણે પોતાની આઇપીએલ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 3,260 રન બનાવ્યા છે અને 170 વિકેટ લીધી છે, જે પોતાનામાં જ એક મહત્ત્વપૂર્ણ અદલાબદલી છે જોકે, CSK મેનેજમેન્ટ જાડેજા સાથે બ્રેવિસને ટ્રેડ કરવા માટે બિલકુલ તૈયાર નથી, જેના કારણે સંજુ સેમસનનો આ ટ્રેડ અટકી પડ્યો છે. બ્રેવિસને CSK ભવિષ્યના સ્ટાર ખેલાડી તરીકે જુએ છે અને તેને ગુમાવવા માંગતી નથી.

Tags :
indiaindia newsIPLSportssports news
Advertisement
Next Article
Advertisement