For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગિલની સદીની મદદથી ભારતના પ્રથમ દિવસે 5 વિકેટે 310 રન

10:45 AM Jul 03, 2025 IST | Bhumika
ગિલની સદીની મદદથી ભારતના પ્રથમ દિવસે 5 વિકેટે 310 રન

ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં પણ કેપ્ટન ગિલની સદી, જાડેજા 41 રન સાથે ક્રિઝ પર

Advertisement

ભારતે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના પહેલા દિવસે કેપ્ટન શુભમન ગિલની સદીની મદદે 5 વિકેટ ગુમાવીને 310 રન બનાવી લીધા છે. બુધવારની રમતના અંત સુધીમાં શુભમન ગિલ 114 રન અને રવિન્દ્ર જાડેજા 41 રન સાથે ક્રીઝ પર છે. બંને વચ્ચે 99 રનની ભાગીદારી થઈ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એજબેસ્ટન ખાતે રમાઈ રહી છે.

આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.ભારતની પહેલી ઇનિંગની શરૂૂઆતમાં ઓપનર કેએલ રાહુલ માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો. તેને ક્રિસ વોક્સે આઉટ કર્યો હતો. આ પછી યશસ્વી જયસ્વાલ અને કરુણ નાયર આઉટ થયા હતા. બીજી વિકેટ માટે બંને વચ્ચે 80 રનની ભાગીદારી થઈ હતી. બ્રાયડન કાર્સે આ ભાગીદારી તોડી હતી. તેણે કરુણ નાયરને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે 50 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 31 રન બનાવીને આઉટ થયો હતો.

Advertisement

આ પછી યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે મોરચો સંભાળ્યો હતો. બંને વચ્ચે 66 રનની ભાગીદારી થઈ. ઓપનર જયસ્વાલ 87 રન બનાવીને આઉટ થતાં પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં. જયસ્વાલ પછી, ગિલને પંતનો સાથ મળ્યો. બંનેએ ચોથી વિકેટ માટે કેટલાક સારા શોટ રમ્યા અને 47 રન ઉમેર્યા, પરંતુ શોએબ બશીરે ઉપ-કેપ્ટન (42 બોલમાં 25 રન)ને પોતાનો શિકાર બનાવ્યો હતો.

બીજા સત્રમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે યશસ્વી જયસ્વાલને શોર્ટ અને વાઇડ બોલ પર વિકેટ પાછળ જેમી સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જયસ્વાલે 107 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 87 રન બનાવ્યા હતા. સવારના પહેલા કલાકમાં કેએલ રાહુલ (26 બોલમાં 2 રન) ક્રિસ વોક્સ દ્વારા સસ્તામાં આઉટ થયો હતો. લંચ પહેલા, કાર્સે કરુણ નાયર (31 રન)ને બીજી સ્લિપ પર હેરી બ્રુક દ્વારા કેચ કરાવીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો.

બુમરાહને આરામ આપવાનો નિર્ણય આશ્ર્ચર્યજનક: શાસ્ત્રી
ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે પ્લેઇંગ 11માં જસપ્રીત બુમરાહને સામેલ ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે સાત દિવસની રજા પછી વિશ્વના શ્રેષ્ઠ બોલરને બહાર રાખવાનો નિર્ણય ખોટો છે. રવિ શાસ્ત્રીએ કહ્યું- જો તમે ભારતના રન પર નજર નાખો તો આ ખૂબ જ મહત્વપૂર્ણ ટેસ્ટ મેચ બની જાય છે. તમે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચ હારી ગયા છો, તમે ઓસ્ટ્રેલિયા સામે પણ ત્રણ મેચ હારી ગયા છો. તમે અહીં પહેલી ટેસ્ટ મેચ હારી ગયા છો અને તમે જીતના ટ્રેક પર પાછા ફરવા માંગો છો. તમારી પાસે વિશ્વનો શ્રેષ્ઠ ઝડપી બોલર છે અને તમે તેને સાત દિવસના આરામ પછી બહાર બેસાડો છો, આ વાત પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે. શાસ્ત્રી ટીમ મેનેજમેન્ટના બુમરાહને આરામ આપવાના નિર્ણયથી ખુશ નથી. તેણે કહ્યું- આ ખૂબ જ મહત્વપૂર્ણ મેચ છે, તેમને એક અઠવાડિયાની રજા મળી છે. મને થોડું આશ્ચર્ય થયું છે કે બુમરાહ રમી રહ્યો નથી. આ નિર્ણય ખેલાડીનો ન હોવો જોઈએ. કેપ્ટન અને મુખ્ય કોચે નક્કી કરવું જોઈએ કે 11 ખેલાડીઓમાંથી કોને રમવું જોઈએ. શ્રેણીની દ્રષ્ટિએ આ એક મહત્વપૂર્ણ મેચ છે, તેમણે આ રમતમાં બીજા કંઈપણ કરતાં વધુ રમવું જોઈએ. લોર્ડ્સ પછીથી આવી શકે છે. આ એક મહત્વપૂર્ણ રમત છે જ્યાં તમારે લગભગ સીધા જ વળતો હુમલો કરવો પડે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement