હાર્દિક પંડ્યાને ગૌતમ ગંભીરનો ઝટકો, સૂર્યકુમાર યાદવને સોંપાશે કેપ્ટનશિપ
હાર્દિક પંડ્યાને ગૌતમ ગંભીરનો ઝટકો, સૂર્યકુમાર યાદવને સોંપાશે કેપ્ટનશિપશ્રીલંકા સિરીઝમાં જ નહીં લાંબા ગાળા સુધી જવાબદારી સોંપાશે
T20 વર્લ્ડ કપ દરમિયાન હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન હતો, જ્યારે તેણે ગયા વર્ષે રોહિત શર્માની વાપસી પહેલા ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળી હતી. જો કે, જ્યારે તે ઘાયલ થયો હતો, ત્યારે સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ઝ20 શ્રેણીમાં કમાન સંભાળી હતી. ટીમ ઈન્ડિયાને 13 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને જબરદસ્ત આંચકો લાગ્યો છે.
તેને આ ઝટકો ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર તરફથી મળ્યો છે, જે ટીમ ઈન્ડિયાની સાથે શ્રીલંકા પ્રવાસની શરૂૂઆત કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના નવા કોચે તેની એન્ટ્રી સાથે નવા કેપ્ટનની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે અને તે હાર્દિક પંડ્યા નહીં હોય. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનો નવો ઝ20 કેપ્ટન બની શકે છે અને તે આ જવાબદારી માત્ર શ્રીલંકા સિરીઝમાં જ નહીં પરંતુ લાંબા સમય સુધી નિભાવશે.
ગંભીરે આ મામલે ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથે પણ વાત કરી છે અને બંનેએ મળીને 16 જુલાઈ મંગળવારની સાંજે હાર્દિક પંડ્યા સાથે વાત કરી હતી અને ટીમના નેતૃત્વમાં સ્થિરતા જાળવવાના નિર્ણય અને પ્લાન વિશે જણાવ્યું હતું તેના માટે લાંબા ગાળાની યોજના તૈયાર કરવામાં આવી છે અને તેમાં તે કેપ્ટન બની શકશે નહીં.
એક રિપોર્ટમાં ઇઈઈઈંના સૂત્રોએ કહ્યું છે કે હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે તે સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને તે સંપૂર્ણ રીતે ફિટ થઈને ઝ20 સિરીઝ માટે વાપસી કરવા જઈ રહ્યો છે. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે હાર્દિકને કેપ્ટન બનવાની આશા હતી પરંતુ હવે લાગે છે કે સૂર્યકુમાર યાદવ આ રેસમાં આગળ નીકળી ગયો છે. સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે કુલ 7 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ટીમને 5માં જીત અને 2માં હાર મળી