For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગંભીર લાંબા સમય સુધી મુખ્ય કોચ પદે નહીં રહે

12:19 PM Aug 05, 2024 IST | admin
ગંભીર લાંબા સમય સુધી મુખ્ય કોચ પદે નહીં રહે

T20 વર્લ્ડ કપ વિજેતા જોગીન્દર શર્માનું નિવેદન

Advertisement

રાહુલ દ્રવિડ પછી ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ ટીમના આગામી મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે હાલમાં ભારતીય ટીમ સાથે શ્રીલંકા પ્રવાસ પર છે. આ દરમિયાન ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટરે ગંભીરને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને ઝ20 વર્લ્ડ કપ વિજેતા જોગીન્દર શર્માનું માનવું છે કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો કાર્યકાળ લાંબો નહીં હોય. આ માટે તેણે મોટું કારણ પણ આપ્યું છે. 2007ના વર્લ્ડ કપ વિનર જોગીન્દર શર્માએ પોડકાસ્ટ શોમાં કહ્યું, ગૌતમ ગંભીર ટીમની કમાન સંભાળી રહ્યો છે, પરંતુ હું માનું છું કે ગૌતમ ગંભીર વધુ સમય સુધી ટકી શકશે નહીં. કારણ કે ગૌતમ ગંભીરના પોતાના કેટલાક નિર્ણયો છે. શક્ય છે કે કોઈ ખેલાડી સાથે મતભેદ થઇ જાય. હું વિરાટ કોહલીની વાત નથી કરી રહ્યો. ગૌતમ ગંભીરના નિર્ણયો ઘણીવાર એવા હોય છે જે બીજાને પસંદ નથી આવતા. ગૌતમ ગંભીર સીધી વાત કરનાર વ્યક્તિ છે. ખુશામત કરનારો વ્યક્તિ નથી.

Advertisement
Advertisement
Advertisement
Advertisement