એશિયા કપના ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલ જંગ
રવિવારે મહામુકાબલો, આજે ભારત-શ્રીલંકા વચ્ચે સુપર-4નો ઓપચારિક મેચ
એશિયા કપ 2025ની 17મી મેચમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન ગુરુવારે ટકરાયા હતા. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ સુપર ફોર મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રનથી હરાવ્યું હતુ. આ જીત સાથે પાકિસ્તાની ટીમ ફાઇનલમાં પ્રવેશી ગઈ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ઓપચારીક મેચ યોજશે.
પાકિસ્તાન હવે રવિવાર, 28 સપ્ટેમ્બરના ફાઇનલમાં ભારતનો સામનો કરશે. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં રમશે. બાંગ્લાદેશને જીતવા માટે 136 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ તે 20 ઓવરમાં 9 વિકેટે 124 રન જ બનાવી શક્યું હતું. બાંગ્લાદેશ માટે શમીમ હુસૈને સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. સૈફ હસન (18 રન), રિશાદ હુસૈન (અણનમ 16 રન), અને નુરુલ હસન (16 રન) એ પણ પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન માટે શાહીન આફ્રિદી અને હરિસ રઉફે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. સેમ અયુબે બે વિકેટ લીધી હતી. મોહમ્મદ નવાઝે પણ એક વિકેટ લીધી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 8 વિકેટે 135 રન બનાવ્યા હતા.
વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ હારિસે 23 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. મોહમ્મદ નવાઝે 15 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે 25 રન બનાવ્યા હતા.સલમાન અલી આગા (19 રન), શાહીન આફ્રિદી (19 રન), અને ફખર ઝમાન (13 રન) નિષ્ફળ રહ્યા હતા.
બાંગ્લાદેશ તરફથી ફાસ્ટ બોલર તસ્કિન અહેમદે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. સ્પિન બોલર રિશાદ હુસૈન અને મહેદી હસને બે-બે વિકેટ લીધી, જ્યારે મુસ્તફિઝુર રહેમાને એક વિકેટ લીધી હતી.
નોંધનીય છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બંને ટીમો માટે સુપર ફોરનો છેલ્લો મુકાબલો હતો. જોકે, આ મેચ સેમિફાઇનલથી ઓછી નહોતી, એશિયા કપના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાશે. છેલ્લા 41 વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી.
અમે ભારતને હરાવવા સક્ષમ, પાકિસ્તાની કેપ્ટનની ડંફાસ
દુબઈમાં એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું. આ રોમાંચક જીત બાદ કેપ્ટન સલમાન અલી આગાએ ડંફાસો મારવાનું શરૂૂ કરતાં કહ્યું કે અમારી ટીમ કોઈપણ હરીફને હરાવવાની ક્ષમતા ધરાવે છે, એમાં ભારત પણ આવી ગયું. બાંગ્લાદેશને હરાવ્યા બાદ સલમાન અલી આગાએ કહ્યું કે જો તમે આવી મેચ જીતો છો તો તેનો અર્થ છે કે તમે એક સ્પેશિયલ ટીમ છો, તમામે શાનદાન પ્રદર્શન કર્યું. અમારી બેટિંગમાં થોડાક સુધારાની જરૂૂર છે પણ અમે તેના પર કામ કરીશું. અમે જાણીએ છીએ કે અમારે શું કરવાનું છે. અમારી ટીમ ગમે તેને હરાવી શકે છે. અમે રવિવારે મેદાનમાં ઉતરીશું અને ભારતને હરાવવા પ્રયાસ કરીશું.
સૂર્યકુમાર યાદવ પર ICCની સુનાવણી પૂર્ણ, ફાઇનલમાં રમવા પર સસ્પેન્સ
એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે મેચ જીત્યા પછી ભારતીય ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ એક વિવાદમાં ફસાઈ ગયો છે. પાકિસ્તાન સામે બીજી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ સૂર્યકુમાર યાદવની વિરુદ્ધ ICC પાસે ફરિયાદ નોંધાવી છે. PCB અનુસાર, સૂર્યકુમારના નિવેદનો ક્રિકેટની ઈમેજને નુકસાન પહોંચાડે તેવા હતા. ICCના મેચ રેફરી રિચી રિચાર્ડસને ભારતીય ટીમને ઈમેલ મોકલી સ્પષ્ટતા માંગતી હતી. તેમાં જણાવાયું હતું કે ઙઈઇએ મેચ પ્રેઝન્ટેશન તથા પ્રેસ કોન્ફરન્સ દરમિયાનના બે જુદા-જુદા નિવેદનો અંગે ફરિયાદ કરી છે. આ બંને નિવેદનોને મેચ રેફરીએ નોંધમાં લીધા છે અને સૂર્યકુમારના નિવેદનો ક્રિકેટની ઈમેજ વિરુદ્ધ હોવાનું કહ્યું છે. વિવાદાસ્પદ નિવેદનનો જે દાવો પાકિસ્તાન કરી રહ્યું છે તેમાં સૂર્યકુમાર યાદવે કહ્યુ હતું કે અમારી જીત પુલવામા આતંકવાદી હુમલાના શહીદોને સમર્પિત છે. બીજું, તેણે કહ્યુ હતું કે તેને સૂચના આપવામાં આવી હતી કે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવો. હવે પ્રશ્ન ઉઠે છે કે શું સૂર્યકુમાર યાદવ પર પ્રતિબંધ લાગી શકે? ICCના નિયમો મુજબ, આ કેસ કયદયહ 1 ઉલ્લંઘન છે. આવા કેસમાં સામાન્ય રીતે ખેલાડીને માત્ર મેચ ફીનો દંડ આપવામાં આવે છે. પ્રતિબંધ ત્યારે જ લાગુ પડે છે જ્યારે કેસ કયદયહ 2 કે કયદયહ 3 હોય.