નેશનલ ગેમ્સમાં ફિક્સિગં: 3 લાખમાં ગોલ્ડ, 2 લાખમાં સિલ્વર મેડલ વેચાયા
તાઇકવોન્ડોમાં 16માંથી 10 કેટેગરીમાં વિજેતા પહેલેથી જ નક્કી થઇ ગયા: ડાયરેકટરની હકાલપટ્ટી
ભારતની ઓલિમ્પિક શૈલીની મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટ એટલે કે નેશનલ ગેમ્સનું આયોજન ઉત્તરાખંડમાં થઈ રહ્યું છે. આ મોટી ટુર્નામેન્ટમાં ફિક્સિંગનો મોટો મામલો સામે આવ્યો છે. ટેકનિકલ ક્ધડક્ટ કમિટી (GTCC) એ તાઈકવોન્ડો સ્પર્ધાના ડિરેક્ટર ટી.પ્રવીણ કુમારને હટાવી દીધા છે. ટી.પ્રવીણ કુમારના સ્થાને એસ.દિનેશ કુમારને તાઈકવોન્ડો સ્પર્ધા નિર્દેશક તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. પ્રવીણ કુમાર પર નેશનલ ગેમ્સમાં તાઈકવોન્ડો ઈવેન્ટના પરિણામોમાં સંભવિત છેડછાડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
વાસ્તવમાં, તાઈકવોન્ડો સ્પર્ધાના નિર્દેશક પ્રવીણ કુમાર પર તાઈકવોન્ડો સ્પર્ધામાં મેડલ વેચવાનો અને મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. નેશનલ ગેમ્સમાં હલ્દવાનીમાં તાઈકવોન્ડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ તેની શરૂૂઆત પહેલા જ મેડલ ખરીદવા અને વેચવાના આરોપો સામે આવ્યા હતા. અહેવાલો અનુસાર, ખેલાડીઓ પાસેથી ગોલ્ડ મેડલ માટે 3 લાખ રૂૂપિયા, સિલ્વર મેડલ માટે 2 લાખ રૂૂપિયા અને બ્રોન્ઝ મેડલ માટે 1 લાખ રૂૂપિયા માંગવામાં આવી રહ્યા હતા. જે બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ કડક કાર્યવાહી કરી.
તમને જણાવી દઈએ કે, તાઈકવોન્ડો સ્પર્ધામાં 16 માંથી 10 વેઈટ કેટેગરીના મેડલ વિજેતાઓ પહેલાથી જ નક્કી થઈ ગયા હતા. જે બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની GTCC સમિતિએ આ મામલાની તપાસ કરી અને જાણવા મળ્યું કે કેટલાક અધિકારીઓ મેડલ અને પરિણામો નક્કી કરવામાં પહેલાથી જ સામેલ હતા. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ પણ આ ઘટનાની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું, અમે બધા ખેલાડીઓને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ. નેશનલ ગેમ્સના મેડલનો સોદો થઈ રહ્યો છે તે અત્યંત આઘાતજનક અને દુ:ખદ છે. ઈંઘઅ કોઈપણ પ્રકારની હેરાફેરી કે ભ્રષ્ટાચારને સહન કરશે નહીં અને દોષિત ઠરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.