કાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કેનબેરામાં પ્રથમ ટી-20 મેચ
વન ડે માં હાર બાદ ટી-20 શ્રેણી જીતવા ટીમ ઇન્ડિયા ઉત્સુક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચ 29 ઓક્ટોબરે કેનબેરામાં રમાશે. ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે પહેલી T20Iમાટે ભારતની પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. પટેલે તેમની ટીમ પસંદગીમાં કોઈ મુખ્ય ખેલાડીઓનો સમાવેશ કર્યો નથી. તેમણે તેમના પ્લેઇંગ ઇલેવનમાં છ બેટ્સમેન, ત્રણ ઓલરાઉન્ડર, એક સ્પિનર અને બે ફાસ્ટ બોલરનો સમાવેશ કર્યો છે.
ભારતીય ટી-20 ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે. આ હાઇ-વોલ્ટેજ મેચ પહેલા, ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે તેમની પસંદગીની પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. પટેલે અભિષેક શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે નંબર ત્રણના સ્થાન માટે તિલક વર્માને યોગ્ય વિકલ્પ ગણાવ્યા.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ODI શ્રેણી હારી ગઈ હતી અને હવે T20આંતરરાષ્ટ્રીય શ્રેણી જીતવા માટે ઉત્સુક છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ અને બીજી ODI અનુક્રમે સાત અને બે વિકેટથી જીતી હતી. ભારતીય ટીમે ત્રીજી વનડેમાં જોરદાર વાપસી કરી, નવ વિકેટથી જીત મેળવી.
ભારતીય ટીમ હવે ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં સારું પ્રદર્શન કરવા માટે ઉત્સુક છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ભારતે તાજેતરમાં એશિયા કપ 2025 જીત્યો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઘરઆંગણાની ટીમ સામે ટીમ ઇન્ડિયાનો T20Iરેકોર્ડ સારો છે. ભારતે અત્યાર સુધીમાં અહીં 11 મેચ રમી છે, જેમાંથી સાતમાં જીત મેળવી છે.
