IPLની હરાજીમાં સામેલ થયો પ્રથમ મલેશિયન ક્રિકેટર
IPL 2026 મીની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. આ ઓક્શનમાં એક ખૂબ જ ખાસ ખેલાડી પણ હશે. આ ખેલાડી ખાસ છે કારણ કે તે એક મામલામાં વિરાટ કોહલીને પણ પાછળ છોડી દે છે. તેણે માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
આ ખેલાડીનું નામ વિરનદીપ સિંહ છે, જે મલેશિયાનો રહેવાસી છે. મલેશિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર વિરનદીપ આઇપીએલ ઓક્શનમાં સામેલ થનાર પ્રથમ મલેશિયન ક્રિકેટર છે. તેની બેઝ પ્રાઈસ માત્ર 30 લાખ રૂૂપિયા છે.
વિરનદીપ સિંહ મલેશિયાનો બેટિંગ ઓલરાઉન્ડર અને કેપ્ટન છે . વિરનદીપ જમણા હાથે બેટિંગ કરે છે અને ખૂબ જ અસરકારક ડાબા હાથે સ્પિન બોલિંગ કરે છે. વિરનદીપ 10 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહ્યો છે. 13 વર્ષની ઉંમરે, તે મલેશિયન અંડર-16 ટીમમાં જોડાયો અને 14 વર્ષની ઉંમરે અંડર-19 ટીમ માટે ડેબ્યૂ કર્યું.
15 વર્ષની ઉંમરે, તેણે મલેશિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું, અને માત્ર 20 વર્ષની ઉંમરે, તે મલેશિયાનો કેપ્ટન બન્યો. ફ્રેન્ચાઇઝ ક્રિકેટની વાત કરીએ તો, વિરનદીપ ગ્લોબલ ટી-20 કેનેડા અને નેપાળ પ્રીમિયર લીગમાં રમી ચૂક્યો છે. તેણે હવે આઇપીએલ 2026 મીની ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેનું નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે.