રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એશિયા કપમાં કાલે યુએઈ અને બાંગ્લાદેશ વચ્ચે ફાઈનલ જંગ

01:27 PM Dec 16, 2023 IST | Sejal barot
Advertisement

દુબઈમાં અંડર 19 એશિયન ટીમો વચ્ચે 8 ડિસેમ્બરથી એશિયા કપ જીતવા માટે જંગ શરુ થયો હતો. રોમાંચક મુકાબલા બાદ 17 ડિસેમ્બરના રોજ અંડર 19 એશિયા કપની ફાઈનલ મેચ યોજાશે. તે પહેલા 15 ડિસેમ્બરના રોજ 4 ટીમો વચ્ચે સેમિફાઈનલમાં કાંટાની ટક્કર જોવા મળી હતી.
ભારત અને પાકિસ્તાનની અંડર 19 ટીમ આ એશિયા કપમાં એક જ ગ્રુપમાં રમતા જોવા મળ્યા હતા.
પાકિસ્તાન સામેની ગ્રુપ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડયો હતો. આજે યોજાયેલી 2 સેમિફાઈનલ મેચના પરિણામ મુજબ ટીમ ઈન્ડિયા એશિયા કપ જીતવાની રેસમાંથી બહાર થઈ છે, જ્યારે પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં પહોંચી છે.
પ્રથમ સેમિફાઈનલ મેચ ભારત-બાંગ્લાદેશ વચ્ચે યોજાઈ હતી. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ટીમ ઈન્ડિયાનું સેમિફાઈનલમાં કંગાળ પ્રદર્શન રહ્યું હતુ, આખી ટીમ 188 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. આઈસીસી એકેડેમી ઓવલ 2 સ્ટેડિયમમાં બીજી સેમિફાઈનલ મેચ પાકિસ્તાન-યુએઈ વચ્ચે યોજાઈ હતી. પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. યુએઈની ટીમે 47.3 ઓવરમાં ઓલઆઉટ થઈને પાકિસ્તાનને 194 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
યુએઈ અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઈનલ મેચ રોમાંચક રહી હતી. 194 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં પાકિસ્તાની પ્લેયર્સને પરસેવા છૂટયા હતા.
અંતિમ ઓવરમાં પાકિસ્તાનની 6 બોલમાં 12 રનની જરુર હતી, ત્યારે જ અંતિમ ઓવરમાં વધુ 2 વિકેટ પડતા પાકિસ્તાનની 12 રનથી હાર થઈ હતી. 17 ડિસેમ્બરના રોજ યુએઈ અને બાંગ્લાદેશ વચ્ચે અંડર 19 એશિયા કપની ફાઈનલ મેચ રમાશે.

Advertisement

Tags :
AsiaCupFinal battle between UAE and Bangladeshintomorrow
Advertisement
Next Article
Advertisement