For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPLમાં આજે પંજાબ-બેંગ્લોર વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગ

12:43 PM Jun 03, 2025 IST | Bhumika
iplમાં આજે પંજાબ બેંગ્લોર વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગ

Advertisement

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં બન્ને બળીયા વચ્ચે રોમાંચક ટક્કર, ક્રિકેટ રસિયાઓનો રોમાંચ સાતમા આસમાને

તુલનાત્મક દૃષ્ટીએRCBનું પલડું ભારે, છતાં PKSBનાં બેટ બહાદુરો કપ જીતવા સક્ષમ

Advertisement

કલોઝિંગ સેરેમનીમાં ગાયક શંકર મહાદેવન પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારાઓને આપશે શ્રધ્ધાંજલિ

આઇપીએલ-2025નો આજે અંતીમ પડાવ છે. આજે રાત્રે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ ઇલેવન વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જેવો હાઇવોલ્ટેજ ફાઇનલ જંગ ખેલાનાર છે ત્યો દેશભરના ક્રિકેટ રસીયાઓમાં ભારે ઉત્સાહ અને ઉત્કંઠા જોવા મળી રહ્યા છે.એક લાખ પાંચ હજારની ક્ષમતાવાળા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 80 હજાર પ્રેક્ષકો અને 25 હજાર આમંત્રીતો આ ફાઇનલના સાક્ષી બનશે.

ફાઈનલ મેચ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવાની હતી પરંતુ ભારત-પાકિસ્તાન તણાવને કારણે ટુર્નામેન્ટ 10 દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. હવે આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફાઈનલ પહેલા અમદાવાદમાં એક ક્લોઝિંગ સેરેમની યોજાશે, જેમાં ઘણા દિગ્ગજો ભાગ લેશે.

ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફેમસ ગાયક શંકર મહાદેવન અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપશે. તેમનું પ્રદર્શન ઓપરેશન સિંદૂરમાં સામેલ બહાદુર સૈનિકોનું સન્માન કરશે અને દુ:ખદ પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપશે.

ક્લોઝિંગ સેરેમની ભારતીય સમય મુજબ સાંજે 6:00 વાગ્યે શરૂૂ થશે. તેનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર થશે જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર થશે.
RCBઅને પંજાબ વચ્ચે મજેદાર ટક્કરની અપેક્ષા છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 36 IPL મેચ રમાઈ છે, જેમાં પંજાબ કિંગ્સે 18 જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 18 મેચ જીતી છે. ક્વોલિફાયર-1 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સ સામે જીત મેળવી હતી.

પંજાબ કિંગ્સની વાત કરીએ તો, તેઓએ ક્વોલિફાયર-2 માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચ રમાઈ છે, જેમાંRCBઅ બે મેચ જીતી છે અને પંજાબે એક મેચ જીતી છે. આવી સ્થિતિમાં, આ ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહેશે.ફાઇનલ મેચમાં બંને ટીમોના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરતા જોવા મળી શકે છે. બંને ટીમ પોતાની બેસ્ટ પ્લેઈંગ 11 મેદાનમાં ઉતારશે.

પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવનમાં પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનીસ, શશાંક સિંહ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કાયલ જેમીસન, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. ઈમ્પેક્ટ પ્લેયરમાં પ્રભસિમરન સિંહનો સમાવેશ થાય છે.

જયારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સંભવિત પ્લેઈંગ ઈલેવનમાં વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા. ઈમ્પેક્ટ પ્લેયરમાં મયંક અગ્રવાલનો સમાવેશ થાય છે.

અમદાવાદની પીચ પર રનોનું રમખાણ સર્જાશે, 75 ટકા મેચ પહેલાં બેટિંગ કરનાર જીતે છે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટ્સમેન-ફ્રેન્ડલી સાબિત થઈ છે, જેમ કે ક્વોલિફાયર 2 માં જોવા મળ્યું હતું, જ્યાં બંને ટીમોએ 200 રનનો આંકડો પાર કર્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સે 203 રન બનાવ્યા હતા, પરંતુ પંજાબે માત્ર 19 ઓવરમાં જ તે હાંસલ કરી લીધું હતું. IPL 2025 માં આ મેદાન પર રમાયેલી 8 મેચમાંથી 6 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી છે, પરંતુ PBKS એ છેલ્લી મેચમાં 200 થી વધુ રનના લક્ષ્યનો પીછો કર્યો અને બતાવ્યું કે ટોસનો મેચ પર બહુ પ્રભાવ પડતો નથી. જ્યારે આ ગ્રાઉન્ડ પર અત્યાર સુધીમાં 43 ટી-20 મેચમાં સરેરાશ સ્કોર 176.95નો રહ્યો છે.

કોહલી માટે ટ્રોફી જીતવા માગું છું:RCB કેપ્ટન પાટીદાર

પંજાબ કિંગ્સ સામે IPL 2025ની ફાઇનલ મેચ પહેલા, રજત પાટીદારે કહ્યું, અમે વિરાટ કોહલી માટે આ ટ્રોફી જીતવાનો પ્રયાસ કરીશું. વિરાટે છેલ્લા ઘણા વર્ષોમાં ટીમ ઇન્ડિયા અનેRCB માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. કોહલી એ થોડા ખેલાડીઓમાંનો એક છે જે અત્યાર સુધી IPLમાં ફક્ત એક જ ફ્રેન્ચાઇઝી માટે રમતા જોવા મળ્યા છે. કોહલીએ વર્ષ 2008માંRCBની જર્સીમાં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે આ ટીમનો ભાગ છે. કોહલીએ વર્ષ 2016માં તેની કેપ્ટનશીપ હેઠળRCBને ફાઇનલમાં પણ પહોંચાડ્યું હતું. જોકે, બેંગ્લોર ટીમને ટાઇટલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આજે સાંજે વરસાદ પડવાની 62 ટકા સંભાવના: આવતીકાલનો દિવસ રિઝર્વ

બીજા દિવસે પણ મેચ ન રમાય તો પોઈન્ટ ટેબલ અને રન રેટ આધારે વિજેતા નક્કી થશે
IPLની ફાઈનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ યોજાવાની છે, એવામાં બધાના મનમાં સવાલ છે કે ફાઈનલના દિવસે અમદાવાદમાં હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર IPL 2025ની ફાઈનલ મેચના દિવસે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા છે. હવે જો ફાઈનલ મેચના સમયે વરસાદ પડે છે તો પણ આ મેચના પરિણામ પર વરસાદની કોઈ અસર નહીં થાય, કારણ કે IPL ગવર્નિંગ કાઉન્સિલે 4 જૂને રિઝર્વ ડે રાખ્યો છે. હવામાન વેબસાઈટ એકયુવેધર અનુસાર વરસાદ પડવાની સંભાવના 62 ટકા છે. આનો અર્થ એ થયો કે જો વરસાદને કારણે 3 જૂને મેચ રમી શકાતી નથી, તો તે 4 જૂને રમી શકાય છે. જો બીજા દિવસે પણ વરસાદના કારણે મેચ ના રમાય તો પોઈન્ટ ટેબલમાં આગળ રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. હાલ પોઈન્ટ ટેબલમાં બન્ને ટીમને 19-19 પોઈન્ટ છે પરંતુ રનરેટમાં પંજાબ આગળ હોવાથી પંજાબને વિજેતા જાહેર કરી શકાય છે. પંજાબની નેટ રન રેટ +0.372 અને બેંગલોરની નેટ રન રેટ +0.301 છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement