For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

1 ફેબ્રુઆરીના સાઉદી અરબમાં મેસ્સી-રોનાલ્ડો વચ્ચે ટક્કર

12:51 PM Dec 13, 2023 IST | Sejal barot
1 ફેબ્રુઆરીના સાઉદી અરબમાં મેસ્સી રોનાલ્ડો વચ્ચે ટક્કર

મેસ્સી અને રોનાલ્ડો ફૂટબોલની દુનિયાના એવા ચહેરા છે જેમના નામ દુનિયા વર્ષો સુધી યાદ રાખશે. મેસ્સી અને રોનાલ્ડો જ્યારે પણ મેદાન પર સામસામે આવે છે, તે મેચ ફેન્સ માટે યાદગાર બની જાય છે. હાલમાં મેસ્સી-રોનાલ્ડોને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મેજર લીગ સોકર કલબ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે ફૂટબોલના દિગ્ગજ મેસ્સી અને રોનાલ્ડો ફરી એકવાર મેદાન પર સામસામે જોવા મળશે. લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 1 ફેબ્રુઆરી 2024ના રોજ ફૂટબોલના મેદાન પર સામસામે રમતા જોવા મળશે. મેસ્સીની ઈન્ટર મિયામી એફસી, પ્રીસીઝન આંતરરાષ્ટ્રીય પ્રવાસના ભાગ રુપે 2024માં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની અલ નાસરનો સામનો કરશે. 1 ફેબ્રુઆરીના રોજ સાઉદી અરબમાં લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ વચ્ચે ટક્કર કરશે. મેસ્સી અને રોનાલ્ડો, ક્લબ અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 35 વાર સામસામે રમ્યા છે. જેમાંથી મેસ્સીની ટીમ 16 અને રોનાલ્ડોની ટીમ 10 મેચ જતી છે. જ્યારે 9 મેચ ડ્રો રહી હતી. મેસ્સીએ આ દરમિયાન 21 ગોલ અને 12 ગોલ અસિસ્ટ કર્યા છે. રોનાલ્ડોએ 20 ગોલ અને 1 ગોલ અસિસ્ટ કર્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement