રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ફાસ્ટ બોલર મોહમ્મદ શામી અર્જુન એવોર્ડની રેસમાં સામેલ

12:49 PM Dec 14, 2023 IST | Sejal barot
India's Mohammed Shami celebrates after taking the wicket of New Zealand's Matt Henry during the 2023 ICC Men's Cricket World Cup one-day international (ODI) match between India and New Zealand at the Himachal Pradesh Cricket Association Stadium in Dharamsala on October 22, 2023. (Photo by Money SHARMA / AFP) / -- IMAGE RESTRICTED TO EDITORIAL USE - STRICTLY NO COMMERCIAL USE --
Advertisement

2023 માં ટીમ ઈન્ડિયાએ સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કરી સૌ કોઇનું દિલ જીતી લીધું હતું. હવે આ જ ટીમના એક ખેલાડી કે જેણે પોતાના પ્રદર્શનથી સૌ કોઇને ચોંકાવી દીધા હતા તેને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડની રેસમાં સામેલ કરવામાં આવ્યો છે. શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ફાસ્ટ બોલરને એવોર્ડ આપવાની ભલામણ કરવામાં આવી છે.
આ દરમિયાન, ભારતના આ સ્ટાર ફાસ્ટ બોલર માટે એક ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે, જ્યાં તેને દેશના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક અર્જુન એવોર્ડ માટે સામેલ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈ એ અર્જુન એવોર્ડ માટે આ દિગ્ગજ ઝડપી બોલરના નામની ભલામણ કરી છે. એએનઆઈના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ ખાસ કરીને રમત મંત્રાલયને મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ આપવા વિનંતી કરી છે. અગાઉ શમીનું નામ એવોર્ડ મેળવનાર ખેલાડીઓની યાદીમાં નહોતું. 33 વર્ષીય ખેલાડીએ ભારતમાં તાજેતરની મેગા ઇવેન્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. શમી હાલમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી પરત ફરશે. વર્કલોડ મેનેજમેન્ટને કારણે તેને વ્હાઇટ-બોલ ગેમ્સથી દૂર રાખવામાં આવી શકે છે. જ્યારે શમી 26 ડિસેમ્બરથી શરૂૂ થનારી ટેસ્ટ શ્રેણીમાં જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયાના આ ફાસ્ટ બોલરે વર્લ્ડ કપ 2023માં 7 મેચમાં 10.70ની એવરેજ અને 12.20ના સ્ટ્રાઈક રેટથી કુલ 24 વિકેટ લીધી હતી. આ સાથે તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. પોતાના અસાધારણ પ્રદર્શનના કારણે શમીએ ઈડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

Advertisement

Tags :
ArjunaAwardFast bowler Mohammad Shami inforraceThe
Advertisement
Next Article
Advertisement