T-20 ટીમમાંથી રિંકુ સિંહની બાદબાકીથી ચાહકોમાં રોષ
દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20I શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવ 15 ખેલાડીઓનું નેતૃત્વ કરશે, જેમાં શુભમન ગિલ ઉપ-કપ્તાન બનશે અને હાર્દિક પંડ્યા વાપસી કરશે. રિંકુ સિંહની બાદબાકીથી ઘણા ચાહકો ગુસ્સે થયા છે, જેઓ સોશિયલ મીડિયા પર પસંદગીકારોની ટીકા કરી રહ્યા છે. રિંકુ સિંહ ફિનિશરની ભૂમિકા ભજવે છે, જોકે તેને પ્લેઇંગ ઇલેવનમાં સતત તકો મળી નથી. હાર્દિક પંડ્યાની ઇજાને કારણે તેને ફક્ત એશિયા કપના ફાઇનલમાં રમવાની તક મળી.
આ વર્ષે, રિંકુ છ T20I માં રમ્યો જેમાંથી ત્રણમાં બેટિંગ કરી. જ્યારે તેને મર્યાદિત તકો મળી, ત્યારે તેણે મોટાભાગની મેચોમાં પોતાની છાપ છોડી દીધી. હવે, દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાંથી બહાર થયા પછી, તેના ચાહકો પસંદગીકારોથી ખૂબ ગુસ્સે છે. એક યુઝરે રિંકુ સિંહના ઝ20 આંકડા ટાંકીને લખ્યું કે તે ઝ20 માં ભારતનો શ્રેષ્ઠ ફિનિશર છે, છતાં તેને બહાર કરવામાં આવ્યો. બીજા એક યુઝરે ચીફ સિલેક્ટર અને હેડ કોચ ગૌતમ ગંભીર પર પોતાની પસંદગીના ખેલાડીઓ પસંદ કરવાનો આરોપ લગાવ્યો.