ભારતીય મૂળના વિસ્ફોટક બેટસમેને એક વર્ષમાં 1488 રન ફટકારી બનાવ્યો વર્લ્ડરેકોર્ડ
ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટનો એક વર્લ્ડ રેકોર્ડ એવો પણ છે જેને તોડવો લગભગ અશક્ય કહી શકાય. મોટામાં મોટો બેટ્સમેન પણ કદાચ આ વર્લ્ડ રેકોર્ડ ક્યારેય તોડી ન શકે. ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1488 રન બનાવીને કમાલ કરવો એ અશક્ય જેવું છે. પરંતુ હકીકતમાં આવું બન્યું છે. મેદાન પર ભયંકર તોફાન મચાવ્યું અને 1488 રન ખડકી દીધા છે.
ભારતીય મુળના ઓસ્ટ્રિયાના વિસ્ફોટક ઓપનર કરણવિર સિંહે રનોનો વરસાદ કરનારા આ ખેલાડીએ 127 ચોગ્ગા અને 122 છગ્ગા પણ ફટકાર્યા.
ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં કરણવીર સિંહે બેટરે કોઈ પણ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 1488 રન કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યો. આ વર્લ્ડ રેકોર્ડને તોડવો અત્યારે તો અશક્ય જેવું જ લાગી રહ્યું છે. જેમણે આ કમાલ કર્યો છે. કરણવીર સિંહના નામે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ કેલેન્ડર યરમાં સૌથી વધુ 1488 રન કરવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. જે સમગ્ર દુનિયામાં કોઈ પણ કેલેન્ડર યરમાં કોઈ ખેલાડી દ્વારા થયેલો સૌથી વધુ વ્યક્તિગત T20i રનનો વર્લ્ડ રેકોર્ડ છે.
કરણવીર સિંહે આ વર્ષ 2025માં ઓસ્ટ્રિયા માટે રમતા 32 T20i મેચોમાં 51.31ની સરેરાશ અને 174.85ના સ્ટ્રાઈક રેટથી 1488 રન કર્યા છે. કરણવીર સિંહે આ દરમિયાન 2 સદી અને 13 અડધી સદી ફટકારી છે. કરણવીર સિંહનો હાઈએસ્ટ સ્કોર આ દરમિયાન 115નો રહ્યો છે. કરણવીર સિંહે આ વર્ષે રમાયેલી પોતાની તમામ 32 T20i મેચોમાં 127 ચોગ્ગા અને 122 છગ્ગા ફટકાર્યા. કરણવીર સિંહ એક ઉપયોગી મીડિયમ પેસર પણ છે. અને 33 વિકેટ પણ લીધી છે.