વાઇસ કેપ્ટન બનવાથી ખુદ રવિન્દ્ર જાડેજા પણ આશ્ર્ચર્યમાં
વેસ્ટ ઈન્ડીઝ સામેની સીરિઝમાં રવિન્દ્ર જાડેજાને એક મહત્વની જવાબદારી સોંપાઈ ત્યારે સૌ કઈને આશ્ચર્ય થયું હતું, પરંતુ હવે એવી વાત સામે આવી રહી છે કે આ અંગે જાણીને રવિન્દ્ર જાડેજાને પોતાને પણ આશ્ચર્ય થયું હતું. ભારતીય ટીમ અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમી રહી છે.
રિષભ પંતની ગેરહાજરીમાં, રવિન્દ્ર જાડેજાને શ્રેણી માટે વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિએ સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને શુભમન ગિલના વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, જાડેજાએ કહ્યું કે તેને પસંદગીકારો દ્વારા આ પ્રમોશનની જાણ કરવામાં આવી ન હતી. ટીમમાં તેમના નામની આગળ વીસી લખેલું જોઈને તેને આશ્ચર્યચકિત થયું હતું. જાડેજાએ કહ્યું, તેમણે મને માન આપ્યું છે.
કેપ્ટન, કોચ અને મેનેજમેન્ટે મને આ જવાબદારી આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે પણ ટીમને કોઈપણ આયોજન અથવા કોઈપણ બાબતમાં મારી જરૂૂર હોય છે, ત્યારે હું હંમેશા યોગદાન આપવા માટે ખુશ છું. નોંધનીય છે કે, જ્યારે ટીમ જાહેર થઈ ત્યારે લોકોને પણ જાડેજાને આ નવી જવાબદારી સોંપાઈ તે અંગે આશ્ચર્ય થયું હતું.