For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20Iમાં 300 રન બનાવી ઇંગ્લેન્ડની ટીમે રચ્યો ઇતિહાસ

10:51 AM Sep 13, 2025 IST | Bhumika
t 20iમાં 300 રન બનાવી ઇંગ્લેન્ડની ટીમે રચ્યો ઇતિહાસ

Advertisement

હેરી બ્રુકના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T-20I માં 300 રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો. આ પહેલી વાર હતું જ્યારે T-20I માં કોઈ ફુલ મેમ્બર ટીમ સામે 300 રનનો સ્કોર બનાવાયો હોય. અગાઉ ટીમ ઇન્ડિયા 2024માં બાંગ્લાદેશ સામે 297 રન બનાવીને આ સીમાચિહ્ન હાંસલ કરતા ચૂકી ગઈ હતી. તે જ સમયે આ ઝ20 ક્રિકેટના ઇતિહાસમાં ત્રીજો સૌથી મોટો સ્કોર છે. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ફિલ સોલ્ટની તોફાની સદીના આધારે 2 વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 158 રનના સ્કોર પર જ આઉટ થઈ ગઈ હતી.

ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂૂઆત શાનદાર રહી. ફિલ સોલ્ટ અને જોસ બટલરની ઓપનિંગ જોડીએ પ્રથમ 10 ઓવરમાં 100 રનનો આંકડો પાર કર્યો. બટલર 30 બોલમાં 83 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો. બટલરના આઉટ થવા છતાં સોલ્ટે રનની ગતિ ધીમી ન થવા દીધી અને એક છેડેથી ચોગ્ગા અને છગ્ગા વરસાવતો રહ્યો.

Advertisement

સોલ્ટે 60 બોલમાં 15 ચોગ્ગા અને 8 જબરદસ્ત છગ્ગાની મદદથી 141 રનની અણનમ ઇનિંગ રમી, જ્યારે જેકબ બેથેલે 26 અને કેપ્ટન હેરી બ્રુકે અણનમ 41 રન બનાવ્યા. 305 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સંપૂર્ણ 20 ઓવર પણ ટકી શકી નહીં. દક્ષિણ આફ્રિકા 16.1 ઓવરમાં 158 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડે 146 રનના માર્જિનથી મેચ જીતી લીધી જે ટી20 આંતરરાષ્ટ્રીયમાં ઇંગ્લેન્ડની સૌથી મોટી જીત અને દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી હાર છે. ફિલ સોલ્ટને તેની શાનદાર ઇનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

Advertisement
Tags :
Advertisement
Advertisement