For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત ટૂર માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર, બેન સ્ટોક્સ કેપ્ટન પદે

12:36 PM Dec 12, 2023 IST | Sejal barot
ભારત ટૂર માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર  બેન સ્ટોક્સ કેપ્ટન પદે

આગામી વર્ષે જાન્યુઆરીના અંતમાં ભારત ટૂર માટે ઈંગ્લેન્ડે પોતાની 16 સભ્યવાળી ટીમની જાહેરાત કરી દીધી છે. જાન્યુઆરીના અંતમાં ઈંગ્લેન્ડની ટીમ 5 ટેસ્ટ મેચની સીરીઝ રમવા ભારત ટૂર પર આવશે. આ ટૂરની શરુઆત 25 જાન્યુઆરીથી થશે. સીરીઝની પહેલી ટેસ્ટ હૈદરાબાદમાં રમાશે. આ સીરીઝ માટે જાહેર થનારી ઈંગ્લેન્ડની ટીમનો કેપ્ટન બેન સ્ટોક્સ જ છે. વાત એ છે કે 20 વર્ષના અનકેપ્ડ પ્લેયર શોએબ બશીરને સ્કવોડમાં જગ્યા આપવામાં આવી છે.
ફર્સ્ટ ક્લાસ કરિયરમાં સમરસેટ માટે ખેલનાર 20 વર્ષના ઓફ સ્પિનર શોએબ બશીરને પહેલી વખત ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં માત્ર 6 મેચ રમનાર શોએબના નામે 10 વિકેટ છે. શોએબ આ ટીમમાં ત્રણ અનકેપ્ડ ખેલાડીઓમાંથી એક છે. આ ઉપરાંત લેફ્ટ આર્મ સ્પિનર ટોમ હાર્ટઝે અને ફાસ્ટ બોલર ગસ અટકિંસનને પહેલી વખત ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. ટોમ હર્ટલે અને ગસ અટકિંસન સીમિત ઓવરમાં ઈંગ્લેન્ડ માટે રમી ચુક્યા છે.
ભારત વિરુદ્ધ ટેસ્ટ ટીમમાં બેન સ્ટોક્સ પરત આવ્યા છે. સ્ટોક્સે ગત મહિને જ પોતાના ઘુંટણની સર્જરી કરાવી હતી. જો કે જોવાનું એ રહેશે તે બોલિંગ કરે છે કે નહીં. એશેઝ માટે બહાર કર્યા બાદ બેન ફોક્સની પણ ટીમમાં વાપસી થઈ છે. તો જેક લીચ અને ઓલી પોપ પણ ઈન્જરી બાદ પરત ફર્યા છે. રેહાન અહમદ જેમણે એક વર્ષ પહેલા કરાચીમાં ટેસ્ટ ડેબ્યૂમાં સાત વિકેટ લીધી હતી તેમણે પણ સ્પિનરના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement