For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇંગ્લેન્ડ 407માં ઓલઆઉટ, ભારતની 244 રનની લીડ

11:03 AM Jul 05, 2025 IST | Bhumika
ઇંગ્લેન્ડ 407માં ઓલઆઉટ  ભારતની 244 રનની લીડ

Advertisement

બીજા દાવમાં ભારતે યશસ્વી જયસ્વાલની વિક્રેટ ગુમાવી 64 રન બનાવ્યા

એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બીજી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ પણ ભારતના નામે રહ્યો હતો. ભારતીય બેટ્સમેનના સારા પ્રદર્શન બાદ બોલર્સ પણ ઝળક્યાં હતા. જેના કારણે ઇંગ્લેન્ડનો પહેલા દાવ 407 રન પર જ સમેટાઈ ગયો હતો. સિરાઝે 6 વિકેટ જ્યારે આકાશદીપે 4 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડના 6 બેટ્સમેન તો ખાતું પણ ખોલી શક્યા નહીં. ઇંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થતાં ભારત પાસે 180 રનની લીડ હતી. આ પછી દિવસની રમતના અંત સુધીમાં ભારતે બીજા દાવમાં યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા હતા. એટલે કે ભારત હવે 244 રનથી આગળ છે.

Advertisement

મોહમ્મદ સિરાજે ત્રીજા દિવસની શરૂૂઆત ધમાકેદાર રીતે કરી હતી. પોતાની પહેલી જ ઓવરમાં તેણે જો રૂૂટ અને કેપ્ટન સ્ટોક્સને આઉટ કર્યા હતા. જોકે, તે હેટ્રિક લઈ શક્યો નહીં. પરંતુ આ પછી સ્મિથ અને બ્રુકે શાનદાર બેટિંગ કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે 300 રનથી વધુની પાર્ટનરશિપ થઈ હતી. પરંતુ બ્રુક આઉટ થતાં જ ઇંગ્લેન્ડની ઇનિંગ તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ હતી. નોંધનીય છે કે, શુભમન ગિલની શાનદાર બેવડી સદીના આધારે ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 587 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે બીજી ઇનિંગ શરૂૂ કરી હતી. ભારત પાસે પહેલાથી જ 180 રનની લીડ હતી. પરંતુ યશસ્વી 28 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ દિવસની રમતના અંત સુધીમાં ભારતની લીડ વધીને 244 રન થઈ ગઈ છે. કેએલ રાહુલ અને કરુણ નાયર ક્રીઝ પર છે.

ઈંગ્લેન્ડ ટીમની પહેલી ઇનિંગની શરૂૂઆત બહુ સારી નહોતી. 13 રન પર ટીમે બે વિકેટ ગુમાવી હતી. આકાશ દીપે ગયા મેચમાં સદી ફટકારનારા બેન ડકેટ અને ઓલી પોપને 0 રન પર આઉટ કર્યા હતા. જેક ક્રોલી પણ કંઈ ખાસ કરી શક્યો નહીં અને 19 રન બનાવીને સિરાઝનો શિકાર બન્યો હતો. સ્ટોક્સ પણ 0 રન પર ગોલ્ડન ડક થયો હતો. જ્યારે રૂૂટે ટીમ માટે 22 રન બનાવ્યા હતા. આ પછી હેરી બ્રુક (158 રન) અને જેમિ સ્મિથ (184 રન) વચ્ચે 303 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ બાદમાં વિકેટો પડતી ગઈ અને ટીમ 407 રન પર સમેટાઈ હતી.

જેમી સ્મિથે 128 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ઈંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં ભારતના 587 રનના જવાબમાં 407 રન કર્યા હતા. હેરી બ્રુક અને વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથે ઈંગ્લેન્ડને આ સ્કોર સુધી પહોંચાડવામાં ઘણું યોગદાન આપ્યું હતું. ખાસ કરીને જેમી સ્મિથે ઈંગ્લેન્ડ માટે ઈતિહાસ રચ્યો હતો. સ્મિથ ઈંગ્લેન્ડની ઇનિંગના અંત સુધી અણનમ રહ્યો હતો. સાતમા નંબર પર બેટિંગ કરવા આવેલા જેમી સ્મિથે 207 બોલમાં 184 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 21 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. આ શાનદાર ઇનિંગ સાથે જેમી સ્મિથે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં 128 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. જેમી સ્મિથ હવે ઈંગ્લેન્ડ માટે સાતમા નંબર અથવા તેનાથી નીચે બેટિંગ કરતી વખતે સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ રમનાર બેટ્સમેન બની ગયો છે. જેમી સ્મિથ પહેલા ઇંગ્લેન્ડ માટે ટેસ્ટમાં સાતમા કે તેથી નીચેના ક્રમે બેટિંગ કરતી વખતે સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ કે.એસ. રણજીતસિંહજીના નામે હતો. તેમણે 1897માં ઓસ્ટ્રેલિયા સામે 175 રનની ઇનિંગ્સ રમી હતી, પરંતુ હવે આ રેકોર્ડ તૂટી ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement