રોહિત યુગનો અંત, ઓસિઝ સામે ગિલ કેપ્ટન
3 વન-ડે અને 5 ટી-20 માટે ભારતની ટીમ જાહેર; પંત-પંડયા-બુમરાહ હાઉટ, કોહલી-રોહિતનું કમબેક
ઓસ્ટ્રેલિયા સામે 3 વન-ડે અને પાંચ ટી-20 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી-20માંથી નિવૃતિ લેનાર રોહીત શર્મા અને વિરાટ કોહલીની વન-ડેમાં વાપસી થઇ છે પરંતુ રોહિત શર્માના બદલે શુભમન ગીલને કેપ્ટન બનાવાતા રોહિત યુગનો અંત આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમની ક્રિકેટ ટુરનો પ્રારંત તા.19 ઓકટોબરથી થઇ રહ્યો છે.
ગિલ ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન અને ટી-20 માં ઉપ-કેપ્ટન છે. શ્રેયસ ઐયરને ODI માં ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCIએ 2027 ના ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે ભારતીય ટીમનો ભાગ નથી. 2025 ના એશિયા કપ દરમિયાન તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી.
તે એશિયા કપ ફાઇનલમાં રમી શક્યો ન હતો, જેમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમે પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી હતી. વિકેટકીપર ઋષભ પંત ફિટનેસના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ નહીં કરે. ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા પંત એશિયા કપમાં પણ રમી શક્યો ન હતો. સૂર્યકુમાર ફરી એકવાર ભારતીય ટી-20 ટીમનું નેતૃત્વ કરશે.