28મીથી દુલીપ ટ્રોફીનો પ્રારંભ, 6 ટીમો વચ્ચે જામશે જંગ
ભારતમાં ઘરેલુ ક્રિકેટની નવી સીઝન દુલીપ ટ્રોફીથી શરૂૂ થશે અને આ ટુર્નામેન્ટ 28 ઓગસ્ટથી શરૂૂ થશે. ગયા સીઝનમાં દુલીપ ટ્રોફી રાઉન્ડ-રોબિન ધોરણે રમાતી હતી. હવે ટુર્નામેન્ટના ઝોનલ ફોર્મેટની વાપસી સાથે નોકઆઉટ સ્ટેજ પરત ફરશે.
દુલીપ ટ્રોફી 2025માં કુલ 6 ટીમો ભાગ લેશે. આમાં સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનની ટીમોનો સમાવેશ થાય છે. ગયા ઝોનલ સીઝન (2023) ની ફાઈનલ સાઉથ ઝોન અને વેસ્ટ ઝોન વચ્ચે રમાઈ હતી. આ કારણોસર આ બંને ટીમો સીધી સેમીફાઈનલમાં રમશે. બાકીની ચાર ટીમો ક્વાર્ટર-ફાઈનલમાં રમશે. હારનારી ટીમો બહાર થઈ જશે અને વિજેતા ટીમો સેમીફાઈનલમાં પહોંચશે.
દુલીપ ટ્રોફી 2025 ની બધી મેચ બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ પર રમાશે અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભાગ લેનારા યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, શુભમન ગિલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને ધ્રુવ જુરેલ જેવા ખેલાડીઓ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ સિવાય ટેસ્ટ ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહેલા શ્રેયસ ઐયર અને મોહમ્મદ શમી પણ રમતા જોવા મળશે.
ઈસ્ટ ઝોન: અભિમન્યુ ઈસ્વરન (કેપ્ટન), આશીર્વાદ સ્વેન (વિકેટકીપર), સંદીપ પટનાયક, વિરાટ સિંહ, ડેનિશ દાસ, શ્રીદામ પોલ, શરણદીપ સિંહ, કુમાર કુશાગ્ર, રિયાન પરાગ, ઉત્કર્ષ સિંહ, મનીષી, સૂરજ સિંધુ જયસ્વાલ, મુકેશ કુમાર, મુખ્તાર હુસૈન અને મોહમ્મદ શમી.
સ્ટેન્ડબાય: વૈભવ સૂર્યવંશી, સ્વસ્તિક સામલ, સુદીપ કુમાર ઘરામી અને રાહુલ સિંહ.
સાઉથ ઝોન: તિલક વર્મા (કેપ્ટન), મોહમ્મદ અઝહરુદ્દીન (વાઈસ-કેપ્ટન), તન્મય અગ્રવાલ, દેવદત્ત પડિકલ, મોહિત કાલે, સલમાન નિઝાર, નારાયણ જગદીસન, ત્રિપુરાના વિજય, આર સાઈ કિશોર, તનય ત્યાગરાજન, વિજયકુમાર વૈશ્યક, નિધિશ એમડી, રિકી ભુઈ, બાસિલ એનપી, ગુરજાપનીત સિંહ, સ્નેહલ કૌથંકર.
સ્ટેન્ડબાય: મોહિત રેડકર, આર સ્મરણ, અંકિત શર્મા, એડન એપલ ટોમ, આન્દ્રે.
વેસ્ટ ઝોન: શાર્દુલ ઠાકુર (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, આર્ય દેસાઈ, હાર્વિક દેસાઈ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન, ઋતુરાજ ગાયકવાડ, જયમીત પટેલ, મનન હિંગરાજિયા, સૌરભ નવાલે (વિકેટકીપર), શમ્સ મુલતાની, તનુષ કોટિયન, ધર્મેન્દ્રસિંહ જાડેજા, તુષાર દેશપાંડે, અર્જન નાગવાસવાલા.
સ્ટેન્ડબાય: મહેશ પીઠીયા, શિવાલિક શમા, મુકેશ ચૌધરી, સિદ્ધાર્થ દેસાઈ, ચિંતન ગજા, ઉર્વીલ પટેલ, મુશીર ખાન)
નોર્થ ઝોન: શુભમન ગિલ (કેપ્ટન), શુભમ ખજુરિયા, અંકિત કુમાર (વાઈસ-કેપ્ટન), આયુષ બદોની, યશ ધૂલ, અંકિત કલસી, નિશાંત સંધુ, સાહિલ લોત્રા, મયંક ડાગર, યુધવીર સિંહ ચરક, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, અંશુલ કંબોજ, આકિબ નબી, ક્ધહૈયા વધાવન.
સ્ટેન્ડબાય: શુભમ અરોરા (વિકેટકીપર), જસકરણવીર સિંહ પોલ, રવિ ચૌહાણ, આબિદ મુશ્તાક, નિશંક બિરલા, ઉમર નઝીર, દિવેશ શર્મા)
સેન્ટ્રલ ઝોન: ધ્રુવ જુરેલ (કેપ્ટન/વિકેટકીપર), રજત પાટીદાર, આર્યન જુયાલ, ડેનિશ માલેવાર, સંજીત દેસાઈ, કુલદીપ યાદવ, આદિત્ય ઠાકરે, દીપક ચાહર, સારાંશ જૈન, આયુષ પાંડે, શુભમ શર્મા, યશ રાઠોડ, હર્ષ દુબે, માનવ સુથાર, ખલીલ અહેમદ.
સ્ટેન્ડબાય: માધવ કૌશિક, યશ ઠાકુર, યુવરાજ ચૌધરી, મહિપાલ લોમરોર, કુલદીપ સેન, ઉપેન્દ્ર યાદવ)
નોર્થ ઈસ્ટ ઝોન: જોનાથન રોંગસેન (કેપ્ટન), આકાશ કુમાર ચૌધરી, તેચી ડોરિયા, યુમનુમ કર્ણજિત, સેડેઝલી રુપેરો, આશિષ થાપા, હેમ બહાદુર છેત્રી, જેહુ એન્ડરસન, અર્પિત સુભાષ ભટેવારા, ફિરોજમ જોતિન સિંહ, પાલજોર તમાંગ, અંકુર મલિક, બિશ્વોરજીત સિંહ કોંથૌજમ, આર્યન બોરાહ, લામાબામ અજય સિંહ.
સ્ટેન્ડબાય: કામશા યાંગફો, રાજકુમાર રેક્સ સિંહ, બોબી જોથાનસાંગા, દીપુ સંગમા, પુફરુમ્બમ પ્રફુલ્લમણી સિંહ, લી યોંગ લેપ્ચા, ઈમલીવાટી લેમતુર)
દુલીપ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ
ક્વાર્ટરફાઈનલ 1: 28-31 ઓગસ્ટ: નોર્થ ઝોન વિ ઈસ્ટ ઝોન
ક્વાર્ટરફાઈનલ 2: 28-31 ઓગસ્ટ: સેન્ટ્રલ ઝોન વિ નોર્થ ઈસ્ટ ઝોન
સેમીફાઈનલ 1: 4-7 સપ્ટેમ્બર: સાઉથ ઝોન વિ વિજેતા ક્વાર્ટર-ફાઈનલ-1
સેમીફાઈનલ 2: 4-7 સપ્ટેમ્બર: વેસ્ટ ઝોન વિ વિજેતા ક્વાર્ટર-ફાઈનલ-2
ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરના રોજ રમાશે.
દુલીપ ટ્રોફી 2025 માં ભાગ લેતી બધી ટીમોની ટીમ