બિનજરૂરી અફવાઓ ન ફેલાવો: રવિન્દ્ર જાડેજા
નિવૃત્તિની વાતો વચ્ચે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી
રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ખિતાબ પોતાના નામે કરી લીધો છે.અનેક રિપોર્ટ્સમાં એવો દાવો થઈ રહ્યો હતો કે આ જીત બાદ ભારતીય સ્પીન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે. જો કે હવે ટુર્નામેન્ટ બાદ જાડેજાએએ હવે પોતે જ આ સવાલનો જવાબ ઈશારામાં આપી દીધો છે.
જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે નિવૃત્તિ જેવા કોઈ શબ્દનો ઉલ્લેખ તો નથી કર્યો પરંતુ લોકોને ઈશારામાં કહી દીધુ છે કે તેમની નિવૃત્તિને લઈને કોઈ અફવા ફેલાવવામાં ન આવે. જાડેજાનો ઈરાદો હજુ પણ આગળ ક્રિકેટ રમવાનો છે. જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી જેમાં તેમણે ફક્ત એટલું જ લખ્યું છે કે બિનજરૂૂરી અફવાઓ ન ફેલાવો, આભાર. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટ દ્વારા જાડેજાએ પોતાના સંન્યાસની ખબરોને અફવાઓ ગણાવી દીધી છે.