ઓલિમ્પિકમાં ધિનિધ દેશિંગુ સૌથી યુવા અને બોપન્ના સૌથી વૃધ્ધ ભારતીય ખેલાડી
શુક્રવારથી શરૂ થશે પેરિસ ઓલિમ્પિક-2024
પેરિસ ઓલિમ્પિક-2024 શરૂૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. રમતગમતના આ મહાકુંભમાં તમામ ઉંમરના ખેલાડીઓ ઝળહળતા જોવા મળશે. 11 વર્ષના સ્કેટબોર્ડ ખેલાડીઓથી લઈને 60 વર્ષના ઘોડેસવારો આ ઓલિમ્પિકમાં મેડલ માટે લડતા જોવા મળશે. ભારતીય ટીમમાં 14 વર્ષીય સ્વિમર ધિનિધ દેશિંગુ પણ સામેલ છે જે 44 વર્ષીય ટેનિસ દિગ્ગજ રોજન બોપન્ના પાસેથી પ્રેરણા લઈ શકે છે.
11 વર્ષ અને 11 મહિનાની સ્કેટબોર્ડર ઝેંગ પેરિસ ઓલિમ્પિકની સૌથી યુવા ખેલાડી છે. તે ગ્રીક જિમનાસ્ટ દિમિત્રોસ લોન્ડ્રાસ કરતાં એક વર્ષ મોટી છે, જે અત્યાર સુધીની સૌથી નાની ઓલિમ્પિયન છે. દિમિત્રોસે 1896માં 10 વર્ષ અને 218 દિવસની ઉંમરે પ્રથમ ઓલિમ્પિક રમ્યો હતો.
કેનેડિયન ઘોડેસવારી ટીમની સભ્ય જીલ ઇરવિંગ 61 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે. ઓસ્ટ્રેલિયાની મેરી હેન્નાહ 1996 એટલાન્ટા ઓલિમ્પિકથી અત્યાર સુધી 6 ઓલિમ્પિકમાં રમી ચૂકી છે અને 69 વર્ષની ઉંમરે તે ઘોડેસવારી ટીમ (ડ્રેસેજ)માં રિઝર્વ ખેલાડી છે અને તેને સ્પર્ધામાં ભાગ લેવાની લગભગ તક મળશે નહીં. ઓસ્ટ્રેલિયન ટીમમાં કોઈ ઈજાગ્રસ્ત અથવા બીમાર હશે તો જ તેને બોલાવવામાં આવશે. ઓલિમ્પિક ઇતિહાસમાં સૌથી વૃદ્ધ એથ્લેટ સ્વીડિશ શૂટર ઓસ્કર સ્વાન હતા, જેમણે 72 વર્ષની વયે 1920 એન્ટવર્પ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો.
14 વર્ષ અને 2 મહિનાની વયની ધિનિધિ દેશિંગુ મહિલાઓની 200 મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રવેશ કરશે અને તે ભારતીય દળની સૌથી યુવા સભ્ય છે. બેંગલુરુના ધોરણ 9 ની વિદ્યાર્થિની દેશિંગુ યુનિવર્સિટી ક્વોટા દ્વારા ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ હતી. આ હેઠળ, જો કોઈ પણ દેશના ખેલાડીઓ સીધી લાયકાત માટે યોગ્યતા પૂરી ન કરે તો ટોચના બે ખેલાડીઓને તક આપવામાં આવે છે. દેશિંગુ ભારતીય ટીમનો બીજો સૌથી યુવા ખેલાડી છે. 1952ના હેલસિંકી ઓલિમ્પિકમાં ભાગ લીધો ત્યારે તરણવીર આરતી સાહા 11 વર્ષની હતી.
44 વર્ષ અને 4 મહિનાના બોપન્ના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર સૌથી વૃદ્ધ ભારતીય છે. તેઓ તેમની ત્રીજી ઓલિમ્પિક રમી રહ્યો છે અને પુરુષોની ડબલ્સમાં શ્રીરામ બાલાજી સાથે સ્પર્ધા કરશે. તેમણે મહેશ ભૂપતિ સાથે લંડન ઓલિમ્પિક્સ 2012માં ડેબ્યુ કર્યું હતું. રિયો ઓલિમ્પિકમાં તે બીજા રાઉન્ડમાં લિએન્ડર પેસ સામે હારી ગયો હતો. મિક્સ ડબલ્સમાં તે અને સાનિયા મિર્ઝા બ્રોન્ઝ મેડલથી એક જીત દૂર રહ્યો હતા. ભારતના સૌથી વૃદ્ધ ઓલિમ્પિયન સ્કીટ શૂટર ભીમ સિંહ બહાદુર છે, જેમણે 1976ના મોન્ટ્રીયલ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો જ્યારે તેઓ 66 વર્ષના હતા. ભારતીય ટીમમાં 42 વર્ષીય તીરંદાજ શરથ કમલ અને 40 વર્ષીય તીરંદાજ તરુણદીપ રાય પણ સામેલ છે.