For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એક વર્ષમાં 847 કરોડની કમાણી છતાંય વિરાટ કોહલી આવકના લિસ્ટમાં નવમા સ્થાને

01:02 PM Sep 07, 2024 IST | admin
એક વર્ષમાં 847 કરોડની કમાણી છતાંય વિરાટ કોહલી આવકના લિસ્ટમાં નવમા સ્થાને

2081 કરોડની કમાણી સાથે રોનાલ્ડો ટોપ પર

Advertisement

વિરાટ કોહલી વર્તમાન ક્રિકેટ વિશ્વમાં સૌથી વધુ નેટવર્થ ધરાવનાર ખેલાડી છે.. એક રિપોર્ટ અનુસાર, કોહલીની છેલ્લા 12 મહિનાની આવક 847 કરોડ રૂૂપિયા રહી છે. તેમ છતાં, તે સૌથી વધુ કમાણી મામલે 9મા નંબરે છે.આ લિસ્ટમાં ટોપ પર પોર્ટુગલનો સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જેની કમાણી 2081 કરોડ રૂૂપિયા છે. વિરાટ પાસે આવકના ઘણા સ્ત્રોત છે. તે હજુ પણ ઇઈઈઈંના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ટોપ ગ્રેડમાં સામેલ છે, જ્યાં તેને દર વર્ષે 7 કરોડ રૂૂપિયા મળે છે. પછી તેઓ આખા વર્ષ દરમિયાન ટેસ્ટ, ઘઉઈં અને ઝ20 મેચ રમવા માટે અલગ-અલગ ફી પણ મેળવે છે અને તેમાંથી પણ તેઓ લગભગ 1-1.5 કરોડ રૂૂપિયા કમાય છે.

આ સિવાય ઈંઙક ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કોહલીને દરેક સિઝનમાં 15 કરોડ રૂૂપિયા આપે છે. ક્રિકેટ ક્ષેત્રની આ આવક પછી, તેની વાસ્તવિક આવક વિવિધ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી આવે છે, એટલું જ નહીં, કોહલી પોતે ડિજીટ ઈન્ડિયા, વન એટ કોમ્યુન, રોંગ સહિતની ઘણી કંપનીઓના માલિક કે શેરહોલ્ડર છે.

Advertisement

તાજેતરમાં એવું પણ બહાર આવ્યું હતું કે કોહલીએ ગયા નાણાકીય વર્ષમાં કુલ રૂૂ. 66 કરોડનો આવકવેરો ચૂકવ્યો હતો, જે ભારતના કોઈપણ ખેલાડી માટે સૌથી વધુ છે. સૌથી મહત્વની વાત એ છે કે 35 વર્ષની ઉંમરે અને ઝ20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્ત થયા બાદ પણ કોહલીની કમાણી અને બ્રાન્ડ વેલ્યુમાં કોઈ ઘટાડો થયો નથી. જ્યાં સુધી ક્રિકેટ એક્શનનો સવાલ છે, સ્ટાર બેટ્સમેન 19 સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાંથી પરત ફરશે.

ટોચના 10 સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (ફૂટબોલ) - 2081 કરોડ
જોન રોડ્રિગ્ઝ (ગોલ્ફ) - 1712 કરોડ
લિયોનેલ મેસ્સી (ફૂટબોલ)- 1074 કરોડ
લેબ્રોન જેમ્સ (બાસ્કેટબોલ) - 990 કરોડ
કાયલિયન એમબાપ્પે (ફૂટબોલ) - 881 કરોડ
જિઆનીસ એન્ટેટોકોનમ્પો (બાસ્કેટબોલ) - 873 કરોડ
નેમાર જુનિયર (ફૂટબોલ)- 864 કરોડ
કરીમ બેન્ઝેમા (ફૂટબોલ) - 864 કરોડ
વિરાટ કોહલી (ક્રિકેટ) - 847 કરોડ
સ્ટીફન કરી (બાસ્કેટબોલ) - 831 કરોડ

Advertisement
Tags :
Advertisement
Advertisement