ક્રિકેટર સ્મૃતિ મંધાનાના પિતાએ સંગીત સેરેમનીમાં મન ભરીને ડાન્સ કયો’ હતો
પિતાની તબિયત સારી થયા બાદ જ લગ્ન સમારોહ યોજવા સ્મૃતિનો નિર્ણય
ભારતીય મહિલા ક્રિકેટ સ્ટાર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્ન ઓચિંતા જ મુલતવી રાખવામાં આવ્યા છે. લગ્નની સવારે સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત બગડી ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કારણે લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે.
ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુછલના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં છે. હલ્દી, મહેંદી અને સંગીત સમારોહના ફોટા અને વીડિયો સામે આવી રહ્યા છે. જોકે મંધાનાના પિતાની ખરાબ તબિયતને કારણે લગ્નનો માહોલ ગરમાયો છે. આ દરમિયાન સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાનો ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયોમા તમે જોઈ શકો છો કે તે તેની પુત્રીના સંગીત પર કેટલો ઉત્સાહથી નૃત્ય કરે છે અને કાર્યક્રમનો આનંદ માણે છે. પહેલા તે ના ના ના ના રે ગીત પર ડાંસ કર્યો હતો ત્યારબાદ તે તેની પુત્રી સ્મૃતિ સાથે દેશી ગર્લ પર ડાંસ કરે છે. આ દરમિયાન સ્મૃતિની માતા પણ દેશી ગર્લ પર ડાંસ કરતી જોવા મળે છે. મેનેજરે કહ્યું કે સવારે જ્યારે સ્મૃતિ મંધાનાના પિતા નાસ્તો કરી રહ્યા હતા ત્યારે તેમને અસ્વસ્થતા અનુભવવા લાગી. અમે થોડીવાર રાહ જોઈ પરંતુ તેમની તબિયત સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ. તેથી અમે જોખમ ન લેવાનું નક્કી કર્યું અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓ હાલમાં નિરીક્ષણ હેઠળ છે. સ્મૃતિ મંધાનાએ તેમના પિતા સ્વસ્થ થાય ત્યાં સુધી લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો.