ક્રિકેટર મંધાનાના લગ્નના આગલા દિવસે મંગેતરે દગો દીધો? પલાશની ચેટ લીક
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના અને ફિલ્મમેકર-મ્યુઝિક કમ્પોઝર પલાશ મુછાલના લગ્ન અચાનક વિવાદોમાં ઘેરાઈ ગયા છે. 23 નવેમ્બરના સાંગલીમાં યોજાનારી તેમની લગ્નવિધિ પરિવાર દ્વારા એકાએક સ્થગિત કરવામાં આવી હતી. આનું કારણ સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત લથડવાનું જણાવાયું હતું. તેમને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પલાશે સ્મૃતિને દગો આપ્યો લગ્ન મોકૂફ થવાની જાહેરાત બાદ તરત જ સોશિયલ મીડિયા પર એક નવો મામલો શરૂૂ થયો. મ્યુઝિશિયન પલાશ મુછાલે દગો આપ્યો હોવાનો આરોપો વાઈરલ થવા લાગ્યો, જેનાથી આખો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો. આજે મંગળવારે સવારથી સોશિયલ મીડિયા પર પલાશની એક મહિલા સાથેની કથિત ચેટ્સના સ્ક્રીનશોટ્સ ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. આ તસવીરો સૌપ્રથમ મેરી ડીથકોસ્ટા નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે શેર કરી હતી, અને બાદમાં તે રેડિટ પર પણ વાઈરલ થઈ હતી. જોકે, જે એકાઉન્ટ પરથી આ પોસ્ટ કરવામાં આવી હતી, તે હવે ડિયેક્ટિવેટ થઈ ચૂક્યું છે.
કથિત ચેટ્સ આ કથિત ચેટ્સ મે 2025ના સમયગાળાની હોવાનું કહેવાય છે. તેમાં પલાશ તે મહિલાને સાથે સ્વિમિંગ માટે આવવા માટે મનાવી રહ્યો છે. જ્યારે મહિલા તેમને રિલેશનશિપનું પૂછે છે, ત્યારે પલાશ તેને ટાળીને સતત મળવા માટે મનાવી રહ્યો છે. સ્ક્રીનશોટ્સ વાઈરલ થયા બાદ ડ પર પ્રતિક્રિયાઓની ભરમાર આવી ગઈ. કેટલાક લોકો આનાથી આશ્ચર્યચકિત હતા, કેટલાક નારાજ હતા, તો વળી ઘણા યુઝર્સે ચેટ્સની સત્યતા પર સવાલ ઉઠાવ્યા.
એક રેડિટ યુઝર્સે સ્ક્રિનશોટ શેર કરતાં દાવો કર્યો કે- લગ્નની એક રાત પહેલા જ પલાશનું મહિલા કોરિયોગ્રાફર સાથેનું ઈલુ-ઈલુ પકડાઈ ગયું. સ્મૃતિએ લગ્ન સંબંધિત બધી પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે. એવું પણ સાંભળ્યું છે કે પલાશને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યો છે તે સમાચાર ફક્ત છુપાવવા માટે સામે આવ્યા છે કારણ કે તે લગ્નના દિવસે ભાગી ગયો હતો. મંધાના પરિવારના સભ્યે દાવો કરતા એક ટ્વિટર એકાઉન્ટે જણાવ્યું હતું કે સ્મૃતિના પિતા અને વરરાજામાં લગ્નની આગલી રાતે ભારે ઝઘડો અને બોલાચાલી થઈ હતી.