ક્રિકેટ રસિયાઓને આનંદ! રાજકોટમાં જાન્યુઆરીમાં ચાર આંતરરાષ્ટ્રીય મેચ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે ઓડીઆઇ અને ટી20 સિરીઝ રમશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. જેમાંથી ત્રણ મેચ રાજકોટમાં જાન્યુઆરી મહીનામાં રમાશે.
પહેલા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સાથે સીરિઝ રમશે, ત્યારબાદ તેનો મુકાબલો આયરલેન્ડની ટીમ સાથે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આજે આ બંને સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે.
સૌથી પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ ડિસેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે. જ્યાં મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમાશે. ઝ20 સિરીઝની તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જે બાદ બરોડામાં ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. વનડે સિરીઝની પ્રથમ બે મેચ બપોરે 1.30 કલાકે અને ત્રીજી મેચ સવારે 9:30 કલાકે રમાશે.
વેસ્ટ ઈન્ડિઝ બાદ આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2025માં ભારતનો પ્રવાસ કરશે. ટીમ ઈન્ડિયા રાજકોટમાં આયર્લેન્ડ સાથે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. જેમાં પહેલો મેચ 10 જાન્યુઆરી, બીજી મેચ 12 જાન્યુઆરી, ત્રીજી મેચ 15 જાન્યુઆરીના રોજ રમાશે. ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમાશે.