ચેસ ચેમ્પિયન ગુકેશ પર કરોડોનો વરસાદ
વર્લ્ડકપ વિજેતા ટીમ ઇન્ડિયાને 20.42 કરોડ મળેલ જ્યારે ગુકેશ-લિરેનને 21.2 કરોડ મળ્યા
કોણ કહે છે કે પૈસા માત્ર ક્રિકેટમાં જ છે? એવું કહેવા વાળાને ચેસ ચેમ્પિયન ગુકેશે જવાબ આપ્યો છે. ગુકેશે ડિંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. ગુકેશે જણાવ્યું કે, જો તમે ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવો છો તો તમારા માટે પૈસા કમાવવા સરળ છે. તે ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપ 2024ની પ્રાઇઝ મનીથી વધુ પ્રાઇઝ મની જીતીને ભારત પરત ફરશે.
ટીમ ઇન્ડિયાએ જ્યારે 2024માં વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે તેને પ્રાઇઝ મનીમાં 20.42 કરોડ રૂૂપિયા મળ્યાં હતા. રોહિત શર્માની ટીમે 21 કરોડ રૂૂપિયાથી પણ ઓછી રકમ જીતી હતી. પરંતુ ગુકેશ ડી અને ડિંગ લિરેન એકલાએ જ ટીમ ઇન્ડિયાથી વધુ રકમ જીતી લીધી છે. બંનેએ મળીને કુલ 21.2 કરોડ રૂૂપિયાની રકમ આપવામાં આવી છે.
નિયમ અનુસાર દરેક જીત માટે પ્લેયર્સને 1.79 કરોડ રૂૂપિયા આપવામાં આવ્યાં. ત્રણ ગેમ જીતનાર ગુકેશના ખાતામાં 5.07 કરોડ રૂૂપિયા આવ્યાં હતા. જ્યારે 2 ગેમ જીતીને લિરેનને 3.38 કરોડ મળ્યાં. બાકીની રકમ 12 કરોડ રૂૂપિયામાંથી ડ્રો રમવા માટે બંને પ્લેયર્સને અડધા અડધા રૂૂપિયા વહેંચવામાં આવ્યાં. આમ ગુકેશના ખાતામાં 11.45 કરોડ આવ્યાં હતા, લિરેને 9.75 કરોડ રૂૂપિયા જીત્યાં.
સિંગાપુરમાં ઐતિહાસિક જીત પછી ગુકેશે સંવાદદાતાઓને કહ્યું, હું છેલ્લા 10 વર્ષથી આ ક્ષણનું સપનું જોઈ રહ્યો હતો. મને ખુશી છે કે, મેં પોતાનું સપનું સાકાર કર્યું અને તેને હકીકતમાં પરિવર્તિત કર્યું. હું થોડો ભાવુક થઈ ગયો હતો. કેમ કે મને જીતની આશા નહોતી. પરંતુ પછી મને આગળ વધવાની તક મળી. દરેક ચેસ ખેલાડી આ સપનાને જીવવા માંગે છે.