ચૈન્નઇ સુપર કિંગ્સની સતત ચોથી હાર, પંજાબનો 18 રને વિજય
ધોની ફરી નિષ્ફળ, શશાંકસિંહના 52 અને માર્કોના અણનમ 34 રન
પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રનથી હરાવ્યું. આ મેચમાં પણ, એમએસ ધોની ચેન્નઈને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો છે. પહેલા બેટિંગ કરતા પંજાબે 219 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેમાં સૌથી મોટો ફાળો પ્રિયાંશ આર્યની 103 રનની સદીનો હતો. મોટા લક્ષ્યના જવાબમાં, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ફક્ત 201 રન બનાવી શકી અને 18 રનથી મેચ હારી ગઈ.
ચેન્નાઈ સુપર કિંગ્સને 220 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેના જવાબમાં રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવેએCSKને મજબૂત શરૂૂઆત અપાવી હતી. રવિન્દ્રએ 36 રન બનાવ્યા અને કોનવે સાથે 61 રનની ઓપનિંગ ભાગીદારી કરી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયા, જેના કારણે ચેન્નાઈ મુશ્કેલીમાં મુકાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું.
આ પછી, ડેવોન કોનવે અને શિવમ દુબેએ બાજી સંભાળી અને તેમની વચ્ચે 89 રનની ભાગીદારી થઈ. પરંતુ જ્યારે ચેન્નાઈને રન રેટ વધારવાની જરૂૂર હતી, ત્યારે શિવમ દુબે 16મી ઓવરમાં 42 રનના સ્કોર પર આઉટ થઈ ગયો. દુબે એવા સમયે આઉટ થયો જ્યારે ચેન્નાઈને જીત માટે 25 બોલમાં 69 રનની જરૂૂર હતી. કોનવે 69 રનના સ્કોર પર રિટાયર્ડ આઉટ થયો, તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો.CSKનો આ નિર્ણય કદાચ મોડો આવ્યો, જે આખરે તેની હારનું કારણ બન્યો. પરિસ્થિતિ એવી હતી કે ચેન્નાઈને છેલ્લી 3 ઓવરમાં 59 રનની જરૂૂર હતી અને જરૂૂરી રન રેટ ઘણો ઊંચો થઈ ગયો હતો.
વધતી જતી ટીકા વચ્ચે એમએસ ધોની પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યો. ધોની કદાચ ફરીથી ટ્રોલ થશે કારણ કે સામે એક મોટું લક્ષ્ય હતું અને થાલા પહેલા 4-5 બોલમાં ટુક-ટુક કરતો જોવા મળ્યો હતો. તેણે 12 બોલમાં 27 રનની ઇનિંગ રમીને ફેન્સનું મનોરંજન જરુર કર્યું, પરંતુ ફિનિશરની ભૂમિકા ભજવવામાં અસમર્થતાને કારણે, ધોની સીએસકે પર બોજ બની રહ્યો છે. IPL 2025 માંCSK ની આ સતત ચોથી હાર છે.
પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા માટે 220 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટીમ તરફથી પ્રિયાંશ આર્યએ સદી ફટકારી. તેણે 42 બોલનો સામનો કરીને 103 રન બનાવ્યા. શશાંક સિંહે અણનમ 52 રન બનાવ્યા. માર્કો જોહ્ન્સને 34 રનની અણનમ ઇનિંગ રમી. ખલીલ અહેમદ અને રવિચંદ્રન અશ્વિને ચેન્નાઈને 2-2 વિકેટ અપાવી. મુકેશ ચૌધરી અને નૂર અહેમદે એક-એક વિકેટ લીધી.
39 બોલમાં 100 રન, પ્રિયાંશની IPL-2025માં સૌથી ઝડપી સદી
પંજાબ કિંગ્સના યુવા ઓપનર પ્રિયાંશએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે માત્ર 39 બોલમાં શાનદાર સદી ફટકારી છે. IPLમાં પોતાની પહેલી સિઝન રમી રહેલા 24 વર્ષીય પ્રિયાંશે 8 એપ્રિલ મંગળવારના રોજ મુલ્લાનપુરના મેદાન પર વિસ્ફોટક બેટિંગ કરીને પોતાની સદી પૂર્ણ કરી હતી. IPL મા પોતાની ચોથી મેચ રમી રહેલા પ્રિયાંશે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ઈનિંગની શરૂૂઆત કરી અને મેચના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી. પછી 13મી ઓવરમાં તેણે સતત 3 છગ્ગા અને 1 ચોગ્ગા ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી હતી. આ સિઝનની સૌથી ઝડપી સદી છે, જ્યારે પ્રિયાંશ આ સિઝનમાં સદી ફટકારનાર માત્ર બીજો જ બેટ્સમેન છે. પ્રિયાંશે તોફાની ઝડપી બોલર મથિશા પથિરાનાના બીજા, ત્રીજા અને ચોથા બોલ પર 3 લાંબા છગ્ગા ફટકાર્યા હતા. પછી તેણે બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને તેની પહેલી IPL સદી ફટકારી હતી. તે 14મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 42 બોલમાં 103 રન બનાવ્યા, જેમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે તેણે CSK સામે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.