ચૈન્નઇ સુપર કિંગ્સના ધુરંધર બોલરો પર બોલ ટેમ્પરિંગનો આરોપ
11:08 AM Mar 25, 2025 IST | Bhumika
કેપ્ટન ગાયકવાડ અને બોલર ખલીલ અહેમદનો વીડિયો વાઇરલ
Advertisement
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને ફાસ્ટ બોલર ખલીલ અહેમદનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. એક વીડિયોના આધારે લોકો તેમના પર બોલ ટેમ્પરિંગનો આરોપો લગાવી રહ્યા છે. રવિવારે IPL-18માં ચેપોક મેદાન પર ચેન્નઈ અને મુંબઈ વચ્ચે મેચ રમાઈ હતી.
આ 11 સેક્ધડના વીડિયોમાં ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ નવો બોલ ફાસ્ટ બોલર ખલીલ અહેમદને સોંપી રહ્યો છે. આ દરમિયાન ખલીલ તેના પેન્ટના ખિસ્સામાંથી કંઈક કાઢી રહ્યો છે. બંને કેમેરાથી બચતા જોવા મળ્યા. ખલીલ ગાયકવાડને કઈ વસ્તુ આપી રહ્યો છે એ હજુ સુધી જાણી શકાયું નથી. સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકો આને બોલ ટેમ્પરિંગ તરીકે જોઈ રહ્યા છે, જોકે મેચ દરમિયાન આવો કોઈ વિવાદ થયો ન હતો. ન તો કોઈ ફરિયાદ નોંધાઈ છે અને ન તો મેચ અધિકારીઓએ આ અંગે કંઈ કહ્યું છે.
Advertisement
Advertisement