ચેમ્પિયન ટ્રોફી, ભારત-પાકિસ્તાન જંગમાં ICCની હાલત કફોડી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો હવે માત્ર BCCIઅને PCB પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ ભારત અને પાકિસ્તાનની સરકારો પણ તેમાં સામેલ થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ICC દ્વારા માહિતી મળી હતી કે BCCIતેની ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે સરહદ પાર નહીં મોકલે. હવે પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઈંઈઈને સવાલ પૂછશે કે ભારત શા માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવા નથી માંગતું.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, સૂત્રએ જણાવ્યું કે ઙઈઇએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને પત્ર મોકલ્યો છે. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં રમે કે ન રમે, પાકિસ્તાન કોઈ પણ સંજોગોમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છોડશે નહીં. સૂત્રએ કહ્યું કે બીસીસીઆઈએ પોતાની ટીમને સરહદ પાર મોકલવાનું કોઈ કારણ આપ્યું નથી. કારણ જાણ્યા બાદ જ PCB આ સમસ્યાનો ઉકેલ શોધવા પર વિચાર કરશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમમાં ભારત અને પાકિસ્તાનને બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની સાથે ગ્રુપ અમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ ભારત સરકારના સ્ટેન્ડ પછી, ICC શેડ્યૂલને મંજૂરી આપવા પર હજુ પણ સસ્પેન્સમાં છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, PCB ઈંઈઈને પણ વિનંતી કરશે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં ન રાખવામાં આવે. પાકિસ્તાન તરફથી એક ધમકીભર્યું અપડેટ પણ આવ્યું છે કે જ્યાં સુધી ટીમ ઈન્ડિયા પાકિસ્તાન આવવા અને રમવા માટે સંમત નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાનની ટીમ ભારતીય ટીમ સાથે કોઈપણ ICC અથવા બહુ-રાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં નહીં રમે.
સૂત્રોનું માનવું છે કે આઈસીસી મૂંઝવણમાં છે, જ્યાં તેની પાસે વધુ વિકલ્પો બચ્યા નથી. જો પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છોડવા પર અડગ રહે છે, તો ICC સમક્ષ ભારત વિના ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાનો એકમાત્ર વિકલ્પ બચશે. જો આવું થાય તો ભારતીય દર્શકોને ધ્યાનમાં લેતાં દરેકને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડી શકે છે.