ચેમ્પિયન્સ ટ્રોફી 2025, પાકિસ્તાને હાઈબ્રિડ મોડેલ સ્વીકાર્યુ ? કાલે બેઠક
ટાઈટલ મેચ, નોકઆઉટ મેચ અને ભારતીય ટીમની તમામ મેચો દુબઈમાં રમાશે
આગામી વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગેનો વિવાદ ધીરે ધીરે શાંત થતો જાય છે. ટૂર્નોમેન્ટનું શિડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ કયા દેશમાં યોજાશે તેને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ની બેઠક ગુરુવારે મળવાની હતી. પરંતુ ફરી એકવાર તેને મોકૂફ રાખવામાં આવી છે. હવે આ બેઠક 7મી ડિસેમ્બરે યોજાશે.
ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હવે હાઇબ્રિડ મોડલ માટે સંમત થઈ ગયું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ હવે પોતાની મેચ અન્ય કોઈ દેશમાં રમી શકે છે.
ICCએ UAEમાં ફાઈનલ સહિત ભારતીય ટીમની તમામ મેચો શેડ્યૂલ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી અંતર્ગત ફાઈનલ સહિત કુલ 15 મેચો યોજાવાની છે. જેમાંથી ટાઈટલ મેચ, નોકઆઉટ મેચ અને ભારતીય ટીમની તમામ ગ્રુપ સ્ટેજની મેચો UAEમાં યોજવાની યોજના બનાવવામાં આવી છે. હવે માત્ર કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
ઝઘઈં અનુસાર, 7 ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાન માટે આ હાઇબ્રિડ મોડલની જાહેરાત કરવી શક્ય છે. આ મોડલ વર્ષ 2027 સુધી લાગુ કરી શકાય છે કારણ કે વર્તમાન મીડિયા અધિકારો આગામી 3 વર્ષ સુધી ચાલુ રહેવાના છે. એ પણ નોંધનીય છે કે ભારત આવતા વર્ષે વિમેન્સ વર્લ્ડ કપ અને મેન્સ એશિયા કપની યજમાની કરવા જઈ રહ્યું છે. આ સિવાય ભારત અને શ્રીલંકા પણ સાથે મળીને 2026 ટી20 વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યા છે. આ તમામ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનની ટીમ ભારતમાં તેની મેચ રમશે નહીં.