RR છોડી કેપ્ટન સંજુ સેમસન ચૈન્નઇ સુપર કિંગ્સમાં જોડાશે
CSK અને RR વચ્ચે ખેલાડીઓની અદલાબદલી પર ચર્ચા શરૂ
આગામી IPL સિઝનમાં સંજુ સેમસન નવી ટીમમાં જોડાય તેવી શક્યતાઓ વધી રહી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સેમસન પહેલાથી જ ફ્રેન્ચાઈઝીને બીજી ટીમમાં જોડાવાના પોતાના ઈરાદાની જાણ કરી ચૂક્યો છે. ત્યારથી, સેમસનની આગામી ટીમ વિશે અટકળો ચાલી રહી છે. તાજેતરના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાન અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સેમસનને લઈને ચર્ચા ચાલી રહી છે. જો કે, હવે એવું લાગે છે કે દિલ્હીને બદલે ચેન્નાઈ સુપર કિંગ્સ IPL માં સેમસનનું નવું ઘર બની શકે છે રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે સંજુ સેમસનને લઈને વાતચીત ફરી શરૂૂ થઈ છે. બંને ફ્રેન્ચાઈઝીઓએ અગાઉ સેમસન માટે ટ્રેડની ચર્ચા કરી હતી, પરંતુ રાજસ્થાને માંગ કરી હતી કે CSK સંજુના બદલામાં જાડેજાને ટ્રેડ કરે, જે માંગ ચેન્નાઈએ ફગાવી દીધી હતી.
તાજેતરના અહેવાલ મુજબ બંને ફ્રેન્ચાઈઝીઓએ ફરી એકવાર સેમસન માટે ટ્રેડ અંગે ચર્ચા શરૂૂ કરી છે. રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બડાલે તાજેતરમાં યુકેથી ભારત પરત ફર્યા છે અને તેમના પાછા ફર્યા પછી રોયલ્સે વિવિધ ફ્રેન્ચાઈઝીઓ સાથે ટ્રેડ અંગે ચર્ચા શરૂૂ કરી છે આમા ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સનો સમાવેશ થાય છે CSK અને RR વચ્ચે ખેલાડીઓની અદલાબદલી પર ચર્ચા થઈ રહી છે. CSK આ ડીલમાં ટોચના ખેલાડીને ટ્રેડ કરવા તૈયાર છે.
