રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાય બાય 2023: ટીમ ઇન્ડિયા માટે સિદ્ધિઓથી ભરેલું વર્ષ

01:58 PM Dec 08, 2023 IST | Sejal barot
Advertisement

વર્ષ 2023 ખતમ થવાને હવે થોડા દિવસોની વાર છે. નવા વર્ષને નવી આશાઓ અને આત્મવિશ્વાસ સાથે આવકારવા તૈયાર છે. ખેલાડીઓને પણ આ જ વાત લાગુ પડે છે. વર્ષ 2023 રમતગમતની દ્રષ્ટિએ ભારત માટે ઘણું સફળ રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ અનેક ઇતિહાસ રચ્યા છે. ભારતીય ક્રિકેટ માટે પણ 2023નું વર્ષ ખૂબ જ ખાસ રહ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમે 5 વર્ષ બાદ કોઇ મલ્ટિનેશન ટૂર્નામેન્ટ જીતી હતી.વર્ષ 2023માં તે ટેસ્ટ, વનડે અને ટી20માં નંબર વન ટીમ બની. આ સાથે તેણે સતત બીજી વખત આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ 2023માં જ ભારતીય ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારતે સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઇનલમાં બીજી ટીમ ઓસ્ટ્રેલિયા હતી. ફાઇનલ મેચ 7 થી 11 જૂન દરમિયાન ઇંગ્લેન્ડના લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઇ હતી.
એશિયા કપ 2023 વન-ડે ફોર્મેટમાં રમાયો હતો. એશિયા કપની મેચો મુલ્તાન, લાહોર, પલ્લીકેલે અને કોલંબોમાં તારીખ 30 ઓગસ્ટથી લઈને 17 સપ્ટેમ્બર દરમિયાન રમાઈ હતી. ભારતે ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, પરંતુ તેમનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો.
ભારતીય ક્રિકેટ ટીમે 22 સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા સામેની 3 વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં 5 વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારતે પાકિસ્તાનને પાછળ છોડીને આઇસીસી વન-ડે રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. એટલું જ નહીં તેઓ એક સાથે રમતના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બનનારી વિશ્વની બીજી ટીમ બની હતી. ભારત પહેલા દક્ષિણ આફ્રિકાએ 2014માં આ સિદ્ધિ મેળવી હતી.
વર્લ્ડ કપની મેચો ભારતના 10 મેદાનો પર 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર 2023 દરમિયાન રમાઈ હતી. 10 ટીમોની આ ટૂર્નામેન્ટમાં ભારતે ટોચ પર રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચવા સફળ રહી હતી. આ પહેલા ભારત 1983 અને 2011માં ચેમ્પિયન રહી ચુકી છે. જોકે ફાઇનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોઈ પણ ટીમ માટે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવું એ નાની સિદ્ધિ નથી.

Advertisement

Tags :
Bye Bye 2023: A year full of achievementsforindiaTeam
Advertisement
Next Article
Advertisement