બુમરાહનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, હરિસ રૌફને બોલ્ડ કરી પ્લેન સેલિબ્રેશન
ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં ચાલી રહેલી એશિયા કપ ફાઇનલ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ આક્રમકતા બતાવવાનો મોકો ઝડપી લીધો હતો. બુમરાહે પાકિસ્તાની ઝડપી બોલર હરિસ રૌફને ક્લીન બોલ્ડ કર્યો અને પછી રૌફની જ શૈલીમાં પ્લેન સેલિબ્રેશન કરીને તેના ઘમંડને યોગ્ય જવાબ આપ્યો.
સામાન્ય રીતે શાંત રહેતા બુમરાહના આ આક્રમક વલણથી મેદાન પરનો તણાવ વધી ગયો હતો. અગાઉ, સુપર 4 મેચમાં હરિસ રૌફે ભારતીય ખેલાડીઓ અને ચાહકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો જવાબ ભારતે પોતાના બેટ અને બોલથી આપ્યો છે. બુમરાહની આ ઉજવણી અંગે પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે પણ સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતા કહ્યું કે બુમરાહ લેન્ડ ધ ફ્લાઈટ. રૌફ માત્ર 4 બોલમાં 6 રન બનાવી શક્યો હતો.
મેદાન પર પોતાની શાંત અને સંયમિત વર્તણૂક માટે જાણીતા જસપ્રીત બુમરાહે પાકિસ્તાન સામેની ફાઇનલ મેચમાં આક્રમકતા બતાવવાનો યોગ્ય સમય પસંદ કર્યો હતો. જ્યારે બુમરાહ પાકિસ્તાનની ઇનિંગ્સની 18મી ઓવર ફેંકવા આવ્યો, ત્યારે તેણે ઓવરના પાંચમા બોલે હરિસ રૌફને એક શાનદાર બોલ પર ક્લીન બોલ્ડ કર્યો.
વિકેટ લીધા પછી, બુમરાહે જબરદસ્ત ઉજવણી કરી અને રૌફને બતાવવા માટે પપ્લેન સેલિબ્રેશનથનો ઇશારો કર્યો, જે હરિસ રૌફની જ ઓળખ છે. બુમરાહનો આ ઈશારો પાકિસ્તાની ખેલાડી હરિસ રૌફના અહંકારને તોડી પાડતો જડબાતોડ જવાબ હતો.
બુમરાહના આક્રમક વલણ પાછળનું કારણ પાકિસ્તાની ખેલાડી હરિસ રૌફનું અગાઉનું વર્તન છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ સુપર 4 મેચ દરમિયાન હરિસ રૌફે ભારતીય ખેલાડીઓ અને ચાહકો સાથે સતત ગેરવર્તન કર્યું હતું. તેણે મેદાન પર 6-0 જેવો ઉશ્કેરણીજનક હાવભાવ પણ કર્યો હતો, જે ટીમ ઇન્ડિયાને પસંદ આવ્યો ન હતો.
જોકે, સુપર 4 મેચમાં પાકિસ્તાન ભારત સામે 6 વિકેટે હારી ગયું હતું, અને ભારતીય બેટ્સમેનો અભિષેક શર્મા અને શુભમન ગિલે પોતાના બેટથી રૌફની હરકતોનો જવાબ આપ્યો હતો. ફાઇનલમાં, જસપ્રીત બુમરાહે બોલિંગ દ્વારા આ જ શ્રેણી ચાલુ રાખી. હરિસ રૌફ બુમરાહની બોલિંગ સમજી શક્યા નહીં અને માત્ર 4 બોલમાં 6 રન બનાવીને આઉટ થયા હતા. બુમરાહની આ ઉજવણી પછી પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર લખ્યું, બુમરાહ લેન્ડ ધ ફ્લાઈટ, જે પાકિસ્તાની ખેલાડી પરનો એક સ્પષ્ટ કટાક્ષ હતો.
