બુમરાહ બાંગ્લાદેશ શ્રેણીથી મેદાનમાં કમબેક કરશે
ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર હાલ બ્રેક પર છે
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હાલ બ્રેક પર છે. તેણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ ઝ20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં રમી હતી. અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે જસપ્રીત બુમરાહને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે. પરંતુ હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. બુમરાહ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીથી ક્રિકેટમાં વાપસી કરી શકે છે.
રિપોર્ટ અનુસાર, બુમરાહ બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચમાંથી એકમાં રમી શકે છે. વાસ્તવમાં, ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચો વચ્ચે માત્ર ત્રણ દિવસનો વિરામ છે, તેથી બુમરાહ ન્યુઝીલેન્ડ સામે માત્ર બે ટેસ્ટ મેચ રમે તેવી શક્યતા છે. એટલે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા તે ટીમ ઈન્ડિયા માટે ત્રણ ટેસ્ટ મેચ રમતો જોવા મળી શકે છે.
બાંગ્લાદેશ બાદ ટીમ ઈન્ડિયાએ પણ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. જે બાદ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છે, જ્યાં 5 ટેસ્ટ મેચ રમાશે. આવી સ્થિતિમાં ઇઈઈઈં પોતાના ફાસ્ટ બોલરોના વર્કલોડ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યું છે, જેથી તેઓ ઓસ્ટ્રેલિયા સામે મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરી શકે. આવી સ્થિતિમાં બુમરાહ સિવાય અન્ય બોલરોને પણ આગામી મેચોમાં સમયાંતરે આરામ આપવામાં આવી શકે છે,