બોર્ડર ગાવસ્કર ટ્રોફી, રોહિત શર્મા, શુભમન ગિલ પ્લેઇંગ-11માં હશે
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ 6 ડિસેમ્બરથી રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલમાં રમાશે. રોહિત શર્મા પારિવારિક કારણોસર પ્રથમ ટેસ્ટ રમી શક્યો ન હતો. આવી સ્થિતિમાં તે બીજી ટેસ્ટમાં વાપસી કરવા માટે તૈયાર છે. રોહિત પર્થ ટેસ્ટ દરમિયાન જ ભારતીય ટીમ સાથે જોડાયો હતો. રોહિતના વાપસી બાદ બીજી ટેસ્ટમાં ભારતના પ્લેઈંગ 11માં ફેરફાર નિશ્ચિત છે. શુભમન ગિલ પણ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે અને વાપસી કરી શકે છે. આ દરમિયાન, દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે ત્રીજી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11 કેવી હશે.
ગાવસ્કરે કહ્યું છે કે પિંક બોલ ટેસ્ટમાં ભારતના પ્લેઈંગ 11માં 3 ફેરફાર થઈ શકે છે. ગાવસ્કરે કહ્યું કે રોહિત શર્મા અને શુભમન ગિલ ચોક્કસપણે દેવદત્ત પડિકલ અને ધ્રુવ જુરેલની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરશે. તેમણે સૂચન કર્યું કે મેનેજમેન્ટ બેટિંગ ક્રમમાં ફેરફાર કરી શકે છે. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલે ઓપનિંગ કર્યું હતું. બીજી ટેસ્ટમાં રાહુલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે. ઉપરાંત, રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂૂઆત કરતા જોવા મળી શકે છે.
ગાવસ્કરે કહ્યું, મને લાગે છે કે ચોક્કસપણે બે ફેરફારો થશે, રોહિત શર્મા અને શુભમન ગિલ બંને પ્લેઇંગ 11માં પરત ફરી રહ્યા છે. મને લાગે છે કે બેટિંગ ક્રમ બદલાશે. જ્યારે રોહિત શર્મા રાહુલનું સ્થાન લેશે, શુભમન ગિલ ત્રીજા નંબરે બેટિંગ કરશે. ધ્રુવ જુરેલ પ્લેઇંગ 11માંથી બહાર રહેશે. રાહુલ છઠ્ઠા નંબર પર બેટિંગ કરશે. ગાવસ્કરે સૂચવ્યું કે ભારતીય મેનેજમેન્ટ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને તક આપી શકે છે. તેમણે કહ્યું અને બીજો ફેરફાર જે થઈ શકે છે તે એ છે કે રવીન્દ્ર જાડેજાને વોશિંગ્ટન સુંદરની જગ્યાએ તક મળી શકે છે.