For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બુકીબજારનો વરતારો : ફાઈનલ માટે RCB ફેવરિટ

05:47 PM Jun 03, 2025 IST | Bhumika
બુકીબજારનો વરતારો   ફાઈનલ માટે rcb ફેવરિટ

પંજાબ વિનનો ભાવ 97થી 101 પૈસા : પોલીસથી બચવા ખાસ તૈયારીઓ સાથે બુકીઓ એક્ટિવ

Advertisement

આજે, 3 જૂન 2025ના રોજ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં આઈપીએલ 2025ની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) અને પંજાબ કિંગ્સ (પીબીકેએસ) વચ્ચે રોમાંચક ટક્કર થવા જઈ રહી છે.
બંને ટીમો પોતાનો પ્રથમ આઈપીએલ ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે, અને આ મેચની ઉત્સુકતા માત્ર ચાહકોમાં જ નથી, પરંતુ બુકી બજારમાં પણ ગરમાગરમી જોવા મળી રહી છે.

આઈપીએલ 2025ની આ ફાઇનલ મેચમાં આરસીબીને બુકીઓ દ્વારા ફેવરિટ માનવામાં આવી રહી છે. ડાફાબેટના જણાવ્યા અનુસાર, આરસીબીની જીતની શક્યતા વધુ છે, આરસીબીનો ભાવ 87 પૈસા જ્યારે પંજાબ કિંગ્સનો ભાવ 97થી 102 પૈસા સુધી ચાલી રહ્યો છે. આ ભાવ સૂચવે છે કે બુકીઓને આરસીબીની ટીમ વધુ મજબૂત લાગી રહી છે, જેનું કારણ તેમનો આ સિઝનનો શાનદાર પ્રદર્શન અને વિરાટ કોહલીની ફોર્મ છે. કોહલીએ આ સિઝનમાં 600થી વધુ રન બનાવ્યા છે, જેમાં આઠ અડધી સદીનો સમાવેશ થાય છે. બીજી તરફ, પંજાબ કિંગ્સે પણ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ શાનદાર પ્રદર્શન કર્યું છે, ખાસ કરીને ક્વોલિફાયર 2માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 5 વિકેટે જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

Advertisement

આ મેચની ઉત્સુકતા બુકી બજારમાં પણ જોરશોરથી જોવા મળી રહી છે. બુકીઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર અને બહાર બેટિંગની ગતિવિધિઓમાં સક્રિય છે. જોકે, પોલીસની નજરથી બચવા માટે બુકીઓએ ગુપ્ત રીતે કામ કરવાનું શરૂૂ કર્યું છે.

ગુજરાત પોલીસે ગેરકાયદેસર બેટિંગ પર નજર રાખવા માટે ખાસ ટીમો ગોઠવી છે, અને સ્ટેડિયમની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. આમ છતાં, બુકીઓ ભૂગર્ભ ગતિવિધિઓ દ્વારા બેટિંગનું સંચાલન કરી રહ્યા છે, જેમાં મેચના વિજેતા, ટોપ રન-સ્કોરર, અને મોસ્ટ વિકેટ્સ જેવા વિવિધ બેટિંગ માર્કેટનો સમાવેશ થાય છે.
આરસીબીની ટીમમાં વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, અને રજત પટેલ જેવા ખેલાડીઓ મજબૂત બેટિંગ લાઇનઅપ ધરાવે છે, જ્યારે જોશ હેઝલવૂડ અને ભુવનેશ્વર કુમારની બોલિંગ ઘણી અસરકારક રહી છે.

બીજી તરફ, પંજાબ કિંગ્સની ટીમમાં પ્રભસિમરન સિંહ (523 રન), પ્રિયાંશ આર્ય (451 રન), અને શ્રેયસ ઐયર (597 રન) જેવા બેટ્સમેનો છે, જેમણે આ સિઝનમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. બોલિંગમાં અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલે મહત્વની વિકેટ લીધી છે, જે ફાઇનલમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.

20 ઓવરની મેચમાં 200થી વધુના ખડકાશે, ચાર શેશનમાં સટ્ટો રમાશે
ભારતના સૌથી હોટ ફેરવીટ આજે ફાઇલન મેચ બેગ્લોર અને પંજાબ વચ્ચે રમાનાર હોય ત્યારે બુકી બજારમાં બેગ્લોરની ટીમ જીત માટે હોટ ફેરવીટ હોવાનું જાણવા મળ્યુ છે. 20 ઓવરની મેચમાં 200થી વધુનો સ્કોર ખડકાશે અને બુકીઓ દ્વારા 20 ઓવરની મેચમાં ચાર શેશનમાં ભાર ખૂલશે જેમાં 6,10, 15અને 20 ઓવરમાં કેટલા રન બનશે તે મુજબ બુકીઓ ભાવ ખોલશે આ ફાઇનલ મેચમાં સટ્ટોડીયાઓ કરોડોનો સટ્ટો લગાવશે ત્યારે બને ટીમમા ટોશ કોણ જીતશે તેને લઇ પણ ભાવ ખોલવામાં આવ્યા છે. ત્યારબાદ સટ્ટોડીયાઓ માટે ભાવની ફેરબદલી કરવામાં આવશે હાલતો બેંગ્લોરનો પલડુ ભારે હોવાનુ બુકી બજારના મતે ચર્ચા રહ્યુ છે. મેચમાં કલર આવશે અને અલગ અલગ ઓવર બાલ શેશન પ્રમાણ બુકી અને ફટરો એક તરફ મેચમાં રોમાચ જોવા મળે તેવી શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement