બોર્ડનો ઇશારો, 2027 વર્લ્ડ કપ સુધી રોહિત શર્મા ભારતનો ODI કેપ્ટન
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતાડ્યા બાદ હવે તેની નજર આગામી ICC ટ્રોફી પર છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની તૈયારીમાં વ્યસ્ત છે. રોહિત શર્માની નજર હાલમાં ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી પર છે.
રોહિત શર્મા હાલમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે, તાજેતરમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માએ પોતાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.આવી સ્થિતિમાં ઘણા ભારતીય ચાહકો ઈચ્છે છે કે રોહિત શર્મા ODI વર્લ્ડ કપ 2027 સુધી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રોહિત પવારે કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે રોહિત શર્મા આગામી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરે અને અમે વધુ એક વર્લ્ડ કપનો ખિતાબ જીતીએ. આવી સ્થિતિમાં રોહિત શર્મા વર્ષ 2027 સુધી ટીમનો કેપ્ટન બની શકે છે.
જો રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે 2027 વર્લ્ડ કપમાં ભાગ લે છે, તો શુભમન ગિલ ઉપ-કેપ્ટન બની શકે છે. શુભમન ગિલ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનો વાઇસ કેપ્ટન છે. શુભમન ગિલ પાસે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપનો અનુભવ છે. તેને ઝિમ્બાબ્વે પ્રવાસ પર પાંચ મેચની T20 મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરવાની તક મળી. જ્યારે, ગિલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન છે.ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલમાં ટીમ ઈન્ડિયાના કોચની ભૂમિકા ભજવી રહેલા ગૌતમ ગંભીરે પણ રોહિત શર્મા માટે ODI વર્લ્ડ કપ 2027માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરવાની વાત કરી છે.
તેણે કહ્યું હતું કે જો રોહિત શર્મા અને વિરાટ કોહલી વર્ષ 2027 સુધી પોતાની ફિટનેસ જાળવી રાખે છે તો તેઓ ઘઉઈં વર્લ્ડ કપમાં ભાગ લઈ શકે છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રોહિત 2027માં કેપ્ટનની ભૂમિકા નિભાવી શકે છે.