For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બર્થ ડે બોય કુલદીપે ઝડપી 5 વિકેટ, સા.આફ્રિકા સામે ભારતની શાનદાર જીત

12:40 PM Dec 15, 2023 IST | Sejal barot
બર્થ ડે બોય કુલદીપે ઝડપી 5 વિકેટ  સા આફ્રિકા સામે ભારતની શાનદાર જીત

સાઉથ આફ્રીકા અને ભારત વચ્ચેની ત્રીજી ટી20 મેચમાં સિક્સર અને વિકેટસની રમઝટ જોવા મળી હતી. પ્રથ ઈનિંગમાં યશસ્વી જયસ્વાલની ફિફટી અને કેપ્ટન સુર્યકુમાર યાદવની સેન્ચુરીની મદદથી ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રીકાને 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી ઈનિંગમાં બર્થ ડે બોય કુલદીપ યાદવે સૌથી વધારે 5 વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચત કરી હતી. સાઉથ આફ્રીકાની ટીમ સતત બીજી ટી20માં જીત મેળવીને સીરિઝ જીતવાના ઈરાદાથી મેદાન પર ઉતરી હતી. પણ ભારતીય બોલર્સના મજબૂત ઈરાદા સામે સાઉથ આફ્રીકન બેટ્સમેનો ટકી શક્યા ના હતા. 10 ઓવરમાં સાઉથ આફ્રીકાની અડધી ટીમ 75 રનના સ્કોર પર આઉટ થઈ હતી. સાઉથ આફ્રીકાની ટીમ 95 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી.
બેટસમેનોથી ધમાલ બાદ ભારતીય બોલર્સે પણ ત્રીજી ટી20માં ધમાલ મચાવી હતી. સૂર્યકુમાર યાદવે આજે ચોથી ટી20 સેન્ચુરી ફટકારી હતી, કુલદીપ યાદવે ટી20માં બીજીવાર પાંચ વિકેટ લીધી છે. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રીકા સામે 106 રનથી સૌથી મોટી જીત મેળવી છે.
ત્રીજી ટી20 મેચમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે ટીમ ઈન્ડિયાને શાનદાર શરુઆત અપાવી હતી. બંને ઓપનર્સ વચ્ચે 29 રનની પાર્ટનરશીપ થઈ હતી. 12 રનના સ્કોર પર શુભમન ગિલના આઉટ થયા બાદ એ જ ઓવરમાં તિલક વર્મા 0 રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલે તે જ સમયથી ટીમ ઈન્ડિયાની ઈનિંગ સંભાળી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલે ફિફટી ફટકારીને ટીમ ઈન્ડિયામાં નવો જોશ ભર્યો હતો. બંને વચ્ચે 70 બોલમાં 112ની પાર્ટનરશીપ થઈ હતી. યશસ્વી જયસ્વાલે 41 બોલમાં 60 રન બનાવીને શમ્સીની ઓવરમાં કેચ આઉટ થયો હતો. ઈન ફોર્મ બેટ્સમેન રિંકૂ સિંઘ આજે 14 રન બનાવી કેચ આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ અને રિંકૂ સિંઘ વચ્ચે 47 રનની પાર્ટનરશીપ થઈ હતી.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથી સેન્ચુરી ફટકારીને બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. જીતેશ શર્મા 4 રન પર હિટ વિકેટ થઈ અને રવીન્દ્ર જાડેજા 4 રન બનાવી રન આઉટ થયો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રીકાને સીરિઝ જીતવા માટે 202 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
કેશવ મહારાજે 4 ઓવરમાં 26 રન આપીને 2 મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી.લિઝાદ વિલ્મસને 4 ઓવરમાં 46 રન આપીને 2 વિકેટ લીધી હતી. Tabraiz Shamsi અને Nandre BurgerAએ 1-1 વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement