For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

BCCIનો ઝટકો, કર્મચારીઓને મુસાફરી દરમિયાન દૈનિક 10,000 સમાન ભથ્થું

10:56 AM Jun 16, 2025 IST | Bhumika
bcciનો ઝટકો  કર્મચારીઓને મુસાફરી દરમિયાન દૈનિક 10 000 સમાન ભથ્થું

Advertisement

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 5 મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂૂ થઈ રહી છે. ત્યારે આ શ્રેણી પહેલા BCCI દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના કર્મચારીઓ માટે દૈનિક ભથ્થા અને ટ્રાવેલ પોલિસીમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારો હેઠળ કર્મચારીઓને હવે એક નવી દૈનિક ભથ્થા પોલિસી મળશે અને કેટલાક જૂના ભથ્થા હટાવવામાં આવ્યા છે.

BCCIએ તેના કર્મચારીઓ માટે દૈનિક ભથ્થા અને પોલિસીમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જૂની નીતિ હેઠળ, કર્મચારીઓને ટૂંકા ગાળાની મુસાફરી (ચાર દિવસ સુધી) માટે દરરોજ 15,000 રૂૂપિયા અને લાંબા ગાળાની મુસાફરી (જેમ કે ભારતમાં „ IPL, WPL અથવા ICC ઇવેન્ટ્સ સંબંધિત) માટે દરરોજ 10,000 રૂૂપિયા ભથ્થું મળતું હતું. આ ઉપરાંત, 7500 રૂૂપિયાનું આકસ્મિક ભથ્થું પણ આપવામાં આવતું હતું. નવી નીતિ અનુસાર, આકસ્મિક ભથ્થું હટાવવામાં આવ્યું છે. હવે કર્મચારીઓને મુસાફરી દરમિયાન દરરોજ 10,000 રૂૂપિયાનો એકસમાન દૈનિક ભથ્થું મળશે. BCCIના એક સૂત્રના જણાવ્યા અનુસાર, કર કપાત પછી અસરકારક દૈનિક ભથ્થું દરરોજ લગભગ 6,500 રૂૂપિયા હશે.

Advertisement

પોલિસીમાં ફેરફાર કરવાનો હોવાથી, BCCIના કર્મચારીઓ, જેમાં નાણા, સંચાલન અને મીડિયા વિભાગનો સમાવેશ થાય છે, તેમને „ IPL અને WPL માટે દૈનિક ભથ્થા ચૂકવવામાં આવ્યા નહોતા. જોકે, હવે પોલિસી તૈયાર થઈ ગઈ છે, તેમના બાકી ભથ્થા ચૂકવવામાં આવશે. આ અંગે, સૂત્રોએ જણાવ્યું હતું કે, ભથ્થાના સંદર્ભમાં સ્પષ્ટ પોલિસીની જરૂૂર હતી કારણ કે કેટલાક કર્મચારીઓ ટુર્નામેન્ટ દરમિયાન મુંબઈ મુખ્યાલયથી કામ કરી રહ્યા હોવા છતાં ભથ્થાનો દાવો કરી રહ્યા હતા. હવે પોલિસી તૈયાર થઈ ગઈ છે, બાકી ભથ્થા ઝડપથી ચૂકવવામાં આવશે.

„ IPL બે મહિનાથી વધુ ચાલે છે અને ICC ઇવેન્ટ્સ પણ ઓછામાં ઓછા એક મહિના માટે ચાલે છે. આવી સ્થિતિમાં, જો કોઈ કર્મચારી „ IPL માટે આખા 70 દિવસ મુસાફરી કરે છે, તો તે દરરોજ 10,000 રૂૂપિયાના દરે કુલ 7 લાખ રૂૂપિયાનો દાવો કરવા પાત્ર બનશે. બીજી બાજુ, „ IPL દરમિયાન જે કર્મચારીઓની મુસાફરી મર્યાદિત હોય છે તેઓ 70-દિવસના ભથ્થાના માત્ર 60% ભાગનો દાવો કરી શકશે અને જે કર્મચારીઓ બિલકુલ મુસાફરી કરતા નથી (જેમ કે મુંબઈ મુખ્યાલયમાં કામ કરતા હોય) તેઓ 70-દિવસના ભથ્થાના માત્ર 40% ભાગનો દાવો કરી શકશે. મોટાભાગના BCCI કર્મચારીઓને વિદેશ પ્રવાસ માટે દરરોજ 300 US ડોલર ચૂકવવામાં આવે છે. પ્રમુખ, સચિવ, ખજાનચી, ઉપ-પ્રમુખ અને સંયુક્ત સચિવ સહિત માનદ અધિકારીઓને વિદેશ પ્રવાસ પર દરરોજ 1000 US ડોલરનું દૈનિક ભથ્થું મળે છે. અધિકારીઓને ભારતની અંદર એક દિવસની મીટિંગ માટે રૂૂપિયા 40,000 અને બહુ-દિવસીય ઘરેલુ કાર્ય યાત્રા માટે રૂૂપિયા 30,000 ચૂકવવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement